મુંબઇ-

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ ઉદ્ધવ ઠાકરે વિશે વિવાદિત નિવેદન આપતા પોલીસે કસ્ટડીમાં લીધા છે. પોલીસે ચાપુલન થી તેમની ધરપકડ કરી છે. નારાયણ રાણેએ ઉદ્ધવ ઠાકરેને કાનની નીચે થપ્પડ મારવાની વાત કરી હતી. નારાયણ રાણે સામે અત્યાર સુધીમાં 4 એફઆઈઆર નોંધવામાં આવી છે, જ્યારે રત્નાગિરિ કોર્ટે તેમની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. શિવસેનાના કાર્યકરો દ્વારા નારાયણ રાણે સામે વહેલી સવારથી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા હતા. નાસિકમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા નારાયણ રાણેના નિવેદન પર વિવાદ થયા બાદ આ ઘટના સામે આવી છે. માત્ર નાસિક જ નહીં પણ હવે મુંબઈ, અમરાવતી, રત્નાગીરી સહિતના ઘણા રાજ્યોમાં દેખાવો થઇ રહ્યાં છે.