આૅલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ૨૧મી સદીની ભારતીય ટીમનો ‘સૌથી મૂલ્યવાન ખેલાડી’ ઘોષિત કરવામાં આવ્યો છે. વિઝડને બોલીંગ, બેટિંગ અને ફીલ્ડિંગમાં યોગદાનના કારણે આ સ્થાન રવિન્દ્ર જાડેજાને આપ્યું છે. વિઝડને ૩૦ ખેલાડીઓની લિસ્ટ જારી કરી છે જેમાં જાડેજા બીજા સ્થાને છે. પ્રથમ સ્થાન મુથૈયા મુરલીધરનને આપવામાં આવ્યું છે. વન ડે ક્રિકેટની વાત કરીએ તો ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર એન્ડ‰ ફ્લિટોફ ટોપ પર છે અને બાંગ્લાદેશના શાકિબ અલ હસનને બીજા નંબર પર રાખવામાં આવ્યો છે. આ લિસ્ટમાં ઓસ્ટ્રેલિયાના અનેક દિગ્ગજ ખેલાડીઓને સ્થાન મળ્યું છે. પરંતુ ઘણાં મોટા નામ આ લિસ્ટમાંથી ગાયબ છે. તેમાં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્‌સમેન સચિન તેંડુલકર અને ઇંગ્લેન્ડના સૌથી ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનના નામ સામેલ છે. ટેસ્ટ ક્રિકેટમાં વિરાટ કોહલીને ૧૮મા અને વનડેમાં છઠ્ઠા નંબરે રાખવામાં આવ્યો છે. સાથે જ સચિનને વન ડે ટીમમાં ૨૨મા નંબરે રાખવામાં આવ્યો છે. ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં ૮મા નંબરે છે.

આ લિસ્ટને એનાલિલિસ કંપની ક્રિકવિઝે તૈયાર કરી છે. તેને બનાવવા માટે દરેક ખેલાડીને એક ખાસ એમપીવી રેટિંગ આપવામાં આવી છે. તેમાં આંકડા દ્વારા તે જાવામાં આવ્યું છે કે તે ખેલાડીની અન્યોની સરખામણીમાં મેચની કેટલી અસર પડી છે. ક્રિકવિઝના ફ્રેડી વાઇલ્ડે વિઝડનને જણાવ્યું, તમને રવિન્દ્ર જાડેજાને ભારતનો નંબર વન ખેલાડી જાઇને નવાઇ લાગી રહી હશે. આખરે તે તેમની ટેસ્ટ ટીમમાં આપમેળે સ્થાન પણ નથી મેળવી શકતો. જા કે જ્યારે પણ તે રમે છે ત્યારે તેને ફ્રન્ટલાઇન સ્પિનર તરીકે સિલેક્ટ કરવામાં આવે છે અને તે નંબર ૬ પર બેટિંગ કરે છે. તે મેચમાં ઘણું યોગદાન આપે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ૩૧ વર્ષીય જાડેજાની બોલિંગ એવરેજ ૨૪.૬૨ની છે જે શેન વોર્ન કરતા સારી છે અને તેની બેટિંગ એવરેજ ૩૫.૨૬ છે જે શેન વોટસન કરતાં સારી છે.

તેની બેટિંગ અને બોલીંગ વચ્ચે ૧૦.૬૨નું અંતર છે જે આ સદીમાં રમનાર તમામ ખેલાડીઓ, જેમણે ૧૦૦૦થી વધુ રન બનાવ્યા અને ૧૫૦થી વધુ વિકેટ લીધી, તેમાં બીજા નંબરે છે. તે હાઇ ક્વોલિટી ઓલરાઉન્ડર છે. ટી-૨૦ ક્રિકેટની વાત કરીએ તો અફઘાનિસ્તાનના કેપ્ટન રાશિદ ખાનને નંબર વન પર રાખવામાં આવ્યો છે. લેગ સ્પિનર રાશિદે પોતાની ગેમથી ખૂબ જ પ્રભાવિત કર્યા છે. બીજા નંબરે ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ છે. ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નર ત્રીજા સ્થાને છે અને ક્રિસ ગેલ છઠ્ઠા ક્રમે છે.