દિલ્હી-

પાકિસ્તાન મોટી સંખ્યામાં નકલી કરન્સી નોટ ઠાલવી રહ્યું છે. આ પરિસ્થિતિમાં નકલી નોટથી સતર્ક રહેવા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ જણાવ્યું છે. ગૃહમંત્રાલયે ગત ચાર વર્ષ 2016 થી 2019 સુધીના કેટલીક નકલી નોટોના આંકડા જાહેર કર્યા છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે કયારે અને કયા કેટલી નકલી નોટો પકડાઈ છે.

ખાસ વાત એ છે કે રૂા.2000, રૂા.500 અને રૂા.200ની નોટો સૌથી વધુ ગુજરાતમાંથી પકડાઈ છે. આ મામલે ગુજરાત દેશમાં પહેલા નંબરે છે. ગુજરાતમાંથી 12 કરોડ રૂપિયાની નકલી નોટ પકડાઈ છે, જયારે રૂા.10 કરોડની નકલી નોટ સાથે પશ્ર્ચિમ બંગાળ અને પંજાબમાં 50 લાખ રૂપિયાથી વધુથી વધુ કિંમતની નકલી નોટો પકડાઈ છે. બીજી બાજુ રિઝર્વ બેંકે જણાવ્યું છે કે નોટ અસલી છે કે નકલી તે જાણવા માર્ગદર્શન આપ્યું છે જે મુજબ નોટના ફીચર્સ ધ્યાનથી જોવા, અસલી નોટમાં દેવનાગરી લિપિમાં 2000 લખેલુ છે. વચ્ચે મહાત્મા ગાંધીની તસ્વીર છે. આગળની તરફની નોટમાં રહેલા દોરામાં ભારત, આરબીઆઈ અને રૂા.2000 લખેલું હશે. આ સિવાય રૂા.500ની નોટમાં ઉલટી તરફ ડાબી બાજુ નોટની છપાઈની સાલ છપાઈ છે.