ભરૂચ : ભરૂચ જિલ્લાની દહેજ જીઆઇડીસીમાં આવેલી યશસ્વી રસાયણ કંપનીમાં શનિવારના રોજ ફરી એકવાર આગ લાગવાની ઘટના સર્જાઈ હતી. બનાવના પગલે ફાયર ફાઇટરોએ તાત્કાલિક દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ગત તા. ૩ જૂનના રોજ દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રચંડ ધડાકો થતાં ૧૨ લોકોના મોત અને ૫૦થી વધુ લોકો ઘાયલ થયા હતા, ત્યારે શનિવારના રોજ ફરી એકવાર યશસ્વી રસાયણ કંપનીમાં આગ લાગતાં અફરાતફરી મચી હતી. જે અંગે પોલીસ કેસ પણ નોંધવામાં આવ્યો છે તે સાથે જંગી રકમનો દંડ પણ જવાબદાર વ્યક્તિને કરવામાં આવ્યો હતો. હાલ આ બનાવ અંગે તપાસ ચાલી રહી છે. યશસ્વી રસાયણ કંપનીને ક્લોઝર નોટીસ ફટકારતાં પ્લાન્ટ બંધ હાલતમાં હતો. પરંતુ કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી હતી તે દરમ્યાન તા.૨૨/૮/૨૦૨૦ના રોજ ફરી યશસ્વી કંપનીમાં આગ લાગતા આજુબાજુના ગામોના લોકોમાં ભયની લાગણી ફેલાઈ ગઈ હતી.