વોશિંગ્ટન-

તાલિબાને કાબૂલ પર કબજો કર્યા પછી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને  બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન સાથે વાતચીત કરી હતી. તાલિબાનના કબજા પછી બાઈડને કોઈ વિદેશી નેતા સાથે આ પહેલી વાતચીત હતી. તે દરમિયાન બંને નેતાઓએ નિરંતર સમન્વયની આવશ્યકતા પર વિચાર-વિમર્શ કર્યો હતો. બંને નેતાઓએ સંયુક્ત રણનીતિ અને દ્રષ્ટિકોણ પર ચર્ચા કરવા માટે આગામી સપ્તાહ જી-7 નેતાઓની સાથે એક વર્ચ્યૂઅલ બેઠક કરવાને લઈને સંમતિ દર્શાવી છે. વડાપ્રધાન બોરિસ જોન્સને અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે વાત કરતા રાષ્ટ્રપતિ બાઈડનને પોતાના સૈનિકો અને તે અમેરિકી નાગરિકોની બહાદુરીની સરાહના કરી છે, જે કાબૂલમાં પોતાના નાગરિકો સિવાય અફઘાની નાગરિકોને કાઢવામાં કામ કરી રહ્યા છે. આ સાથે જ તેમણે અફઘાનિસ્તાન નીતિ પર સહયોગી અને લોકશાહી ભાગીદારો વચ્ચે સતત ઘનિષ્ઠ સમન્વયની આવશ્યકતા પર ભાર આપ્યો હતો. તો બ્રિટનના વડાપ્રધાન કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, બોરિસ જોન્સને બાઈડનની સાથે ફોન પર વાતચીત દરમિયાન છેલ્લા 20 વર્ષોમાં અફઘાનિસ્તાનમાં કરવામાં આવેલા લાભને ન ગુમાવવા પર ભાર મુક્યો હતો. આ સાથે જ વડાપ્રધાને ક્ષેત્રમાં માનવીય સહાયતા વધારવા અને શરણાર્થીઓના પુનર્વાસ સહિત યુકેની યોજનાઓની રૂપરેખા તૈયાર કરી હતી.