ડભોઇ

ડભોઇ સ્થાનીક સ્વરાજની ચૂંટણી ના ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસે કોંગ્રેસ દ્વારા મેંડેટ બહાર પડતાં કોંગ્રેસ પક્ષ ના ઉમેદવારો એ દાવેદારી નોંધાવી ત્યારે ગતરોજ ભાજપ નો મેન્ડેટ આવતાં દાવેદારી નોંધાવી હતી. પૂર્વ ધારાસભ્ય બાલક્રુષ્ણભાઈ પટેલ પોતાન પુત્ર શહજાનદ બાલક્રુષ્ણભાઈ પટેલ ની સીમાળિયા બેઠક ઉપર થી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. તાલુકા પંચાયતની ૨૦ સીટ માટે કુલ ૮૪ ઉમેદવારો એ દાવેદારી નોંધાવી છે. નગર પાલીકા ની ૯ વોર્ડ ની ૩૬ બેઠકો માટે ૧૮૦ ઉમેદવારો એ પોતાની દાવેદારી નોંધાવી હતી.

નગર પાલીકા ની ૯ વોર્ડ ની ૩૬ બેઠકો માટે ૧૮૦ ઉમેદવારો એ પોતાની દાવેદારી નોંધાવી હતી. ડભોઇમાં સતત વોર્ડ નંબર ૭ માથી જીત ના દાવેદાર એચ.વી.શાહ ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. વોર્ડ નંબર ૩ માં ભાજપ પ્રેરિત અપક્ષ ઉમેદવારો એ ઉમેદવારી નોંધાવી છે. જેથી વોર્ડ નબર ૩ માં ૬૦ ટકા ઉપર કોઇ ચોક્કસ સમુદાયના વોટ વધારે હોય ત્યાં ગત ટર્મ માં કોંગ્રેસ માથી ચૂટાયેલા અને પછી અઢી વર્ષ ના કાર્ય ભાર પછી નગરજનો ના કોઇ કામ ન થતાં હોય ડભોઇ ના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા ના સમર્થન માં કોંગ્રેસ ને અલવિદા કરી પક્ષ પલટો કરનારા માજી કોર્પોરેટર સલીમ ઘાંચીએ ભાજપ માટે પોતાની ટીકીટ માગી હતી. અને તેઓને ભાજપા ના મેન્ડેડ હેઠળ ટીકીટ પણ વોર્ડ નંબર ૩ માં મળી હતી પણ ફોર્મ ભરવાના છેલ્લા ટાઇમે તેઓ દ્વારા પક્ષના મેન્ડેટને છોડી આખી પેનલ અપક્ષ ની ઉભી કરી ઉમેદવારી નોંધાવી હતી.

કોંગ્રેસના ૧૫૦ કાર્યકરો કોંગ્રેસનો છેડો ફાડી ભાજપમાં જાેડાયા

ડભોઇ, તા.૧૩

ડભોઇ તાલુકાના બહેરામપૂરા સહિત ભિલાપુર, કુંઢેલા, નવાપુરાના કોંગ્રેસ પક્ષના ૧૫૦ જેટલા કાર્યકરો આજે શૈલેષભાઈ મહેતાના હસ્તે ભાજપ પાર્ટીનો ખેશ પહેરી કેસરીયો ધારણ કરી કોંગ્રેસ પક્ષ નો છેળો ફાળી ભાજપ માં જાેળાયા હતા. ડભોઇ તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયત ની ચૂંટણીનૂ ભારે રમખાણ ચાલી રહ્યું છે તેવામાં ડભોઇ તાલુકામાં કોંગ્રેસ પક્ષમાં મોટું ગાબડું પડ્યું છે. ડભોઇ તાલુકાના બહેરામપૂરા ગામના મહેન્દ્રભાઈ સી.પટેલ ઉર્ફે લાલાભાઈ બહેરામપૂર આજ પાસ ના ગામો કુંઢેલા, ભિલાપુર, અને નવાપુરા સહિત ના કોંગ્રેસ પક્ષનો છેળો ફાડી ૧૫૦ કોંગ્રેસ કાર્યકરો સાથે ભાજપા કાર્યલાય ડભોઇ ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે ખેસ પહેરી ભાજપ માં જાેળાયા હતા. જ્યારે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા સૌ કાર્યકરોનું ખેસ પહેરાવી પાર્ટીમાં સ્વાગત કર્યું હતું.

ડભોઇ શહેર કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું

ડભોઇ શહેર કોંગ્રેસ માં ટીકીટ ને લઇને નારાજ શહેર પ્રમુખ ડો. જીમીત ઠાકર એ રાજીનામું ધરી દેતાં પક્ષમાં હલચલ મચી જવા પામી છે. નગર પાલિકા માં ટીકીટ વહેંચણી ના સેટીગ ને કારણ લીધે રાજીનામું આપ્યું હોવાનું સતાવાર બહાર આવ્યું છે. તેમના દ્વારા ખાસ ભારપૂર્વક કહેવામાં આવ્યું છે કે કોઇપણ ર્નિણય લેવાય છે તે ફક્ત ને ફક્ત બે વ્યક્તિને વશ થઈને જ લેવામાં આવેછે. એમાં અમને વિશ્વાસ માં લીધા વગર જ નિણર્ય લેવાતા હોય અને પોતાની જ મનમાની કરતા હોય ત્યારે અમે પ્રમુખ પદે થી રાજીનામું આપેલ છે.