ડભોઇ : ડભોઇમાં પોલીસ દ્વારા નિયમ નો ભંગ કરી વાહન ચલાવતા વાહન ચાલકો સામે લાલ આંખ કરી દંડનીય કાર્યવાહી કરાઇ હતી.ડભોઇ નગરમાં પોલીસ દ્વારા ટ્રાફીક કામગીરી ને સઘન બનવામાં આવી છે. નિયમો ભંગ કરી વાહન ચાલકો સામે પોલીસ દ્વારા વિવિધ વિસ્તારો માં દંડનીય કામગીરી કરવામાં આવી રહી છે લોકડાઉન થી અત્યાર સુધી પોલીસ દ્વારા ૫ લાખ સુધી નો દંડ વશૂલવામાં આવ્યો છે. ડભોઇ ખાતે પોલીસ જવાનો ની ટીમ દ્વારા ટિંબી ફાટક, વેગા ત્રિભેટ, નાંદોડી ભાગોળ, શિનોર ચોકડી, થરવાસા ચોકડી, ભીલાપુર, કાયાવરોહણ, ચનવડા સહિત ના વિસ્તારો માં ટ્રાફીક ના નિયમો અને સરકાર ના ગાઈડ લાઇનનો ભંગ કરતાં તત્વો સામે લાલ આંખ કરી ત્રણ સવારી બાઇક ચલાવતા, માસ્ક ન પહેરતા, અને હેલ્મેટ તેમજ સીટ બેલ્ટ ન લગાવતા ઇસમો સામે ગુન્હો નોંધી રૂ.૫૦૦૦૦૦ ઉપરાંત ની દંડ ની વસૂલાત કરી છે.