દિલ્હી-

સંઘ લોક સેવા આયોગે (UPSC) કેટલાક પદો પર ઓનલાઇ ફોર્મ બહાર પાડ્યા છે. આ ભર્તી પ્રક્રિયા થકી મેડિકલ ઑફિસર , પ્રિંસિંપલ ડિઝાઇન ઓફિસર સહિત કેટલાય પદ પર ભર્તી કરવામાં આવશે. યોગ્ય અને ઇચ્છુક ઉમેદવાર સંઘ લોક સેવા આયોગની ઓફિશિયલ વેબસાઇટ upsc.gov.in પર એપ્લાય કરી શકે છે. આ પદો પર આવેદનની છેલ્લી તારીખ 1 એપ્રિલ 2021 છે. ઉમેદવાર 2 એપ્રિલ સુધી ઓનલાઇન આવેદન પ્રિંટ કાઢી શકે છે.

યુપીએસસી દ્વારા રજૂ કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર આ પદો માટે ઓનલાઇન આવેદન લેવામાં આવશે. અન્ય કોઇ માધ્યમ થકી આવેદન સ્વીકાર નહી કરવામાં આવે. ઉમેદવાર એજ્યુકેશનલ ક્વોલિફિકેશન માટે યુપીએસસીની ઓફિશિયલ વેબસાઇટ પર આપવામાં આવ્યું છે નોટિફિકેશન થકી વધારે જાણકારી મેળવી શકો છો.

પદનું નામ અને સંખ્યા

લેડી મેડિકલ ઓફિસર – (ફેમિલિ વેલફેયર – 2 પદ)

પ્રિંસિપલ ડિઝાઇન ઓફિસર (ઇલેક્ટ્રિકલ)-1 પદ

આસિસટંટ આર્કિટેક – 1 પદ

ડિપ્ટી ડાયરેક્ટર જનરલ (ટેક્નીકલ) – 1 પદ

આ ભર્તી પ્રકિયા માટે ઓછામાં ઓછી 33 વર્ષની ઉંમર રાખવામાં આવી છે જ્યારે વધારે ઉંમર 45 વર્ષની નક્કી કરાઇ છે. બધા જ પદ માટે વિભાગ તરફથી ઉંમરની મર્યાદા અલગ અલગ નક્કી કરાઇ છે.

આવેદન માટે કોઇપણ પ્રકારની જાણકારી ક્લેરિફિકેશનના સંદર્ભમાં ઉમેદવાર યુપીએસસી ફેસિલિએશન કાઉંટર ગેટ સી પાસે કેમ્પસમાં અથવા 011-23385271/011-23381125/011-23098543 ટેલીફોન નંબર પર વર્કિગ દિવસમાં સવારે 10-5વાગ્યા સુધી ફોન કરીને જાણકારી લઇ શકો છો. શૈક્ષણિક યોગ્યતા માટે આપ નોટિફિકેશન વાંચી શકો છો.