રાજકોટ, રાજકોટ મહાનગરપાલિકાની દબાણ વ શાખાએ બે સપ્તાહમાં રૂ.૩ લાખનો દંડ વસૂલ્યો છે. નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા વેપારીઓ પાસેથી ૭૫૦ કિલો અખાદ્ય શાકભાજીનો નાશ કર્યો છે. દબાણ દૂર કરવાની ઝુંભેશ હેઠળ રસ્તા પર નડતર ૪૭ રેંકડી-કેબીનો ઉપાડી લેવામાં આવી હતી. આ સાથે જુદીજુદી અન્ય ૧૯૪ પરચુરણ ચીજ વસ્તુઓ ગાયત્રીનગર મેન રોડ, જ્યુબીલી, મવડી મેઈન રોડ, રેસકોર્ષ ગ્રાઉન્‍ડ, હોસ્પીટલ ચોક, રેલવે જંક્સન, રૈયા રોડ, ઢેબર રોડ,નંદનવન મેઈન રોડ પરથી જપ્ત કરવામાં આવી હતી, આ ઉપરાંત ૩૬૭ બોર્ડ-બેનરો જે ચંદ્રેશનગર મેન રોડ, કણકોટ ચોકડી, જેટકો ચોક, પરથી જપ્ત કરવામાં આવ્યા હતા.તેમજ ૭૫૦ કિલો શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને વિવિધ વિસ્તારોમાંથી દૂર કરાયો હતો. વહીવટી ચાર્જ આજીડેમ ચોકડી, મહાપૂજા ધામ, ત્રિકોણ બાગ, યુનિવર્સિટી રોડ, ચંદ્રેશનગર રોડ,રૈયા રોડ, માટેલ ચોક, મોરબી રોડ, ભાવનગર રોડ, જીમખાના પરથી વસુલ કરવામાં આવ્યો હતો. જયારે રૂ.૧,૫૩,૪૦૫ મંડપ ચાર્જ જે જંક્શન રોડ, રેલ નગર, યાજ્ઞીક રોડ, મવડી રોડ, રૈયા રોડ,મોરબી જકાતનાકા, સેટેલાઇટ રોડ માંથી વસુલ કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકાની કામગીરીથી વેપારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે જે લોકો અખાદ્ય શાકભાજી વેચતા હતા તેમના તમામ લોકોના શાકભાજીના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે.