ગાંધીનગર-

ગુજરાતમાં કોરોના બાદ અર્થતંત્રને ફરી ધમધમતું કરવા માટે રાજ્ય સરકારે બનાવેલી અઢિયા સમિતિએ કરેલી વિવિધ ભલામણો અને સૂચનોમાંથી રિયલ એસ્ટેટ માં સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન ફી ઘટાડવા અને શહેરોના વિકાસ પ્લાન તથા ટાઉન પ્લાનિંગ વિસ્તારોમાંથી કૃષિ ઝોન રદ કરવા માટે રાજ્ય સરકાર પીછેહઠ કરીને આ ભલામણોનો અસ્વીકાર કરવાની દિશામાં આગળ વધી રહી છે. રાજ્યમાં હાલ રિયલ એસ્ટેટ બાંધકામ ઉદ્યોગને મોટો ફટકો પડયો છે તથા રાજ્યભરમાં લાખો તૈયાર આવાસ પડી રહ્યા છે. તેમાં રિયલ એસ્ટેટને વેગ આપવા માટે મિલકતો માટેની સ્ટેમ્પ ડયુટી અને રજીસ્ટ્રેશન ફીમાં ૫૦ ટકા સુધીનો કાપ મુકવા માટે રાજ્ય સરકાર નિયુક્ત હસમુખ અઢીયા કમિટીએ જે ભલામણ કરી હતી તેને રાજ્ય સરકાર સ્વીકારવા તૈયાર નથી કેમ કે જાે આ ઘટાડો કરવામાં આવે તો સરકારની તિજાેરી પર ૫૦૦૦ કરોડનું નુકશાન થાય તેમ છે.

હસમુખ અઢીયા કમિટીની ભલામણ હતી કે, રિયલ એસ્ટેટ ઉદ્યોગ મોટાપાયે રોજગારી સાથે જાેડાયેલો છે અને રાજ્યમાં રોજગારી વધારવીએ સૌથી મોટી આજની આવશ્યકતા છે. હાલના સમયમાં બાંધકામ રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે અન્ય કોઈ પેકેજ નથી જે ખાસ કરીને હાલ જે તૈયાર આવાસ છે તેના વેચાણને વેગ મળી રહે તે માટે લોકોને મિલકત ખરીદવા માટે પ્રોત્સાહન આપવાનો છે જેનાથી સમગ્ર ક્ષેત્રમાં નાણાકીય પ્રવાહ ચાલૂ થશે તો આપોઆપ તે ગતિ પકડી લે અને અન્ય આનુસાંગીક ઉદ્યોગને પણ ધમધમતા કરશે. જેથી રોજગારને મોટો વેગ આપીને પણ રાજ્ય સરકારની તાત્કાલીક ચિંતા તેની ઘટતી જતી ટેક્સ આવકની પણ છે.

પછી આ કમિટીની ભલામણ મુજબ ટીમ જે ૪.૯૦% ની સ્ટેમ્પ ડયુટી અને ૧% રજીસ્ટ્રેશન ફી છે તેમાં ૫૦% ઘટાડો કરવો જરૂરી છે અને આ વ્યવસ્થા ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી જ અમલી બનાવવા ભલામણ કરી હતી. પણ સરકાર જે હાલ કોરોના લોકડાઉન તથા એકંદરે મંદીના કારણે જીએસટીની આવક સાવ નીચે ગઈ છે. ઉપરાંત સરકારે રૂા.૧૪૦૦૦ કરોડનાં પેકેજથી રાહત આપવી પડે છે તેથી હવે વધુ આવક ઘટાડો સ્વીકાર્યથી સ્ટેમ્પ ડયુટી જાે ૫૦% કરવામાં આવે તે સરકારને હાલની સ્થિતિ મુજબ રૂા.૪૫૦૦ કરોડની આવક આ વર્ષે જ ગુમાવવી પડે તેથી જ સરકારે આ દરખાસ્ત નકારી છે.