અમદાવાદ-

ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ વધુ છે. એમાં પણ ખાસકરીને ગુજરાતના ચાર મોટા શહેરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં કોરોનાના કેસ સૌથી વધુ છે. ત્યારે છેલ્લા બે દિવસથી અમદાવાદમાં કોરોના કેસમાં ઘટાડો જાેવા મળ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારોની નવી યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં અમદાવાદના ૧૪ વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્તિ આપવામાં આવી છે. કોરોનાના કેસ ઘટવાની સાથે-સાથે માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોમાં પણ ઘટાડો જાેવા મળી રહ્યો છે.

અમદાવાદમાં કોરોનાના કેસમાં આંશિક ઘટાડો થતાં ૧૪ વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે જ્યારે ૫ નવા વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં ઉમેરવામાં આવ્યા છે. હાલમાં શહેરમાં ૨૫૭ વિસ્તારો કન્ટેનમેન્ટ ઝોનમાં છે. અમદાવાદમાં ધીમે ધીમે કોરોના સંક્રમણના કેસ ઘટી રહ્યાં છે. ગત ૨૪ કલાકમાં અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાંથી ૪૬૮૩ કેસ નોંધાયા હતા જ્યારે ૨૬ લોકોના મોત નિપજ્યા હતા. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં મોટો ઘટાડો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૨ હજાર ૯૭૮ નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન ૧૫૮ લોકોના મૃત્યુ થયા છે. મૃત્યુઆંકમાં પણ ઘટાડો જાેવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧ હજાર ૧૪૬ દર્દીઓએ કોરોનાને માત આપી છે.