અમદાવાદ, અસારવા ખાતે રહેતા યુવકે જીપ કંપનીની બે કાર ખરીદી જે પૈકી એક કાર રજીસ્ટ્રેશન કરાવી મોટર વાહન ટેક્ષ ભર્યો હતો. જાે કે બીજી કારનું રજીસ્ટ્રેશન ન કરાવી મોટર વાહન ટેક્ષ ન ભરી સરાકાર સાથે રૂ.૮૫ હજારની છેતરપીંડી કરી હોવાથી રાણીપ પોલીસે વિશ્વાસઘાત અને મોટર વાહન અધિનિયમની જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે. પાલનપુર ખાતે રહેતા આશિષકુમાર પંચાલ સુભાષ બ્રીજ આરટીઓ કચેરીમાં મોટપ વાહન નીરીક્ષક વર્ગ ૨ માં ફરજ બજાવે છે. તેમને દિલ્હીથી એક ઈમેલ આવ્યો હતો કે, અસારવા ખાતે રહેતા દિવ્યાંગ ભંડારી નામના યુવકે થોડા સમયે પહેલા જીપ કંપનીની બે ગાડી ખરીદી હતી. તેણે એક કારનું રજીસ્ટેશન કરાવીને મોટર વાહન ટેક્ષ ભર્યો હતો જ્યારે બીજી કારનું રજીસ્ટેશન કરાવ્યુ ન હતું અને તેનો મોટર વાહન ટેક્ષ ન ભરી વિશ્વાસઘાત કર્યો છે. જે અંગે આશિષકુમારે આ કારની તપાસ કરવા માટે અસારવાના સરનામે ગયા ત્યારે જાણવા મળ્યુ હતુ કે, દિવ્યાંગ ભંડારી તે ઘર ખાલી કરીને વાસણા ખાતે રહેવા જતા રહ્યા છે. જેથી વાસણા ખાતેના ઘરે તપાસ કરતા જીપ કંપનીની બંન્ને કાર મળી આવી હતી.