અમદાવાદ, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી શરૂ કરવામાં આવેલી ધન્વંતરિ કોવિડ હોસ્પિટલમાં રોજના ૪૦ થી ૫૦ દર્દીઓને દાખલ કરવામાં આવે છે પરંતુ રોજ રોજ હોસ્પિટલના નવા નવા નિયમોથી હવે લોકોની સહન શક્તિ ઓછી થતા આજે સવારથી દર્દીઓને દાખલ કરવા મામલે દર્દીઓનાં પરિવારજનો હોબાળો કરી રહ્યાં છે. ઓક્સિજન પર ગંભીર હાલતમાં હોવા છતાં દર્દીઓને પહેલા રજિસ્ટ્રેશન કરી ફોર્મ ભરી ટોકન લીધા બાદ એડમિટ કરવાનું કહેતાં પરિવારજનો રોષે ભરાયાં છે. ૭૦ વર્ષનાં ગરીબ વૃદ્ધાને ઓક્સિજનની જરૂર હોવાથી પરિવારજનો રિક્ષામાં કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવા લાવ્યાં હતાં. જાેકે પોલીસે અંદર નહીં જાવા દેતા પોલીસના બેરીકેડ હટાવી અને અંદર લઇ જતા પોલીસે પરિવારજન ને માર માર્યો હતો

૭૦ વર્ષના વૃધાને ઓક્સિજનની જરૂર અંગે રજૂઆત કરી હતી છતાં એડમિટ કરવામાં આવ્યા નહીં રોષે ભરાયેલા પરિવારના યુવકે ૭૦ વર્ષનાં માજીને રિક્ષામાં જ રાખી અને બેરિકેડ પર રિક્ષા ચડાવી હોસ્પિટલમાં જવાનો પ્રયત્ન કર્યો હતો. પોતાના સ્વજન ગંભીર હોવાને કારણે આજે આવી કપરી પરિસ્થિતિમાં પણ એડમિટ ન કરતાં રિક્ષા ચડાવી હોસ્પિટલમાં જતાં પોલીસે સમજાવવાની જગ્યાએ તેને બહાર કાઢી માર માર્યો હતો. ટેન્ટ પાછળ લઈ જઈ માર માર્યો હતો અને બાદમાં ત્યાંથી જતા રહેવા કહ્યું હતું હતું આ પરિસ્થિતિ જાેઈને લોકોમાં આક્રોશ જાેવા મળી રહ્યો છે

આ ઉપરાંત વધુ એક યુવક તેના પરિવારને એડમિટ કરવા માટે ત્યાં વિનંતી કરી રહ્યો હતો. રજિસ્ટ્રેશન ડેસ્ક પર યુવકે એડમિટ કરવા કહ્યું છતાં ફોર્મ ભરી ટોકન આપવાનું કહ્યું હતું. યુવકે રડતાં-રડતાં ડોકટરો અને પોલીસને રજૂઆત કરી હતી છતાં તેની વાત સાંભળ નહીં યુવક હોસ્પિટલ બહાર રડતો રહ્યો હતો. અને આ નિષ્ઠુર તંત્ર તમાશો જાેતું રહ્યું ગઈકાલે જ કોર્પોરેશન ઘ્વારા જાહેરાત કરી કે ખાનગી વાહનમાં લાવનાર દર્દીઓને દાખલ કરવામાં આવશે ત્યારે આજે નવી ટોકન સિસ્ટમને કારણે લોકોમાં ભારે નારાજગી છે . હોસ્પિટલમાં એડમિટ થવા દર્દીએ પહેલા ફોર્મ ભરવાનાં પછી ટોકન લેવાના અને ટોકન લીધા પછી એડમિશન માટે દર્દીને હોસ્પિટલમાંથી ફોન પર મેસેજ મળે ત્યારે તેમને અંદર લઇને આવવાનું રહેશે. આ ટોકન સિસ્ટમને કારણે અનેક દર્દીઓનાં સગાંને આજે પાછું જવું પડ્યું હતું. જાેકે આજે માત્ર ૧૨૫ જ ટોકન આપવામાં આવ્યાં હતાં.જાેકે આ પરિસ્થિતિ જાેવા જ જાણે સરકાર એ આ હોસ્પિટલ બનાવી હોય એમ લાગે છે રોજ નવા નવા નીયમોથી હવે જનતા પરેશાન થઈ ગઈ છે.

અમદાવાદની ધન્વંતરિ હોસ્પિટલનો ટોકન વિવાદ હાઇકોર્ટ સુધી પહોંચ્યો

અમદાવાદ, જીએમડીસી ગ્રાઉન્ડ પર બનેલી કેન્દ્ર સરકાર અને ડીઆરડીઓ સંચાલિત ધન્વન્તરી હોસ્પિટલમાં દરોજ એક નવો વિવાદ સામે આવે છે આજે હોસ્પિટલનો નવો નિયમ સામે આવ્યો છે જેમાં ફરજીયાત ટોકન અને ફ્રોમ ભર્યા બાદ જ હોસ્પિટલમા દર્દીઓને દાખલ કરવામાં આવશે તો આ ટોકન થી જ દર્દીઓને પ્રવેશ આપવાનો વિવાદ આજે હાઇકોર્ટમા પહોંચ્યો છે.જાેકે આ હોસ્પિટલમા સવારના આઠ થી નવ માં ટોકન મેળવનાર ને પ્રાથમિકતા પ્રમાણે પ્રવેશ આપવા અંગેના ર્નિણયને લઈને આજે હાઇકોર્ટમા અરજી કરવામા આવી છે આ અરજીમાં ઉલ્લેખ કરવામા આવ્યો છે કે હોસ્પિટલ ઘ્વારા દર્દીની સ્થિતિ સમજ્યા વિના જ ર્નિણય કરવા આવ્યો છે જાે કે ટોકનથી પ્રવેશના ર્નિણયથી દર્દીઓને હાલાકી વધશે એવી પણ રજુઆત કરવામાં આવી છે અરજદાર ઘ્વારા અરજી પર ઝડપી સુનાવણી કરી આ સમસ્યાનું નિરાકરણ લાવવાની પણ અરજીમાં માંગણી કરવામાં આવી છે ગઈકાલે જ હાઇકોર્ટની ફટકાર બાદ મનપાની શાબ ઠેકાણે આવી હતી અને ૧૦૮મા દર્દીઓને દાખલ કરવાનો ર્નિણય પરત ખેંચ્યો હતો તો દર્દીઓને થોડી રાહત થઈ હતી પરંતુ આજે પાછો હોસ્પિટલનો નવો નિયમ સામે આવતા આજે દરર્દીઓની ધૈર્યતાનો અંત આવ્યો હતો અને હોસ્પિટલ બહાર હોબાળો મચાવ્યા હતો ઉલ્લેખનીય છે કે જ્યારથી આ હોસ્પિટલ શરૂ થઈ છે એક ને એક વિવાદમા આવી રહી છે અને એક શોભાના ગાંઠિયા સમાન બની હોય એવું તંત્ર વર્તન કરી રહ્યું છે.