રાહદારીઓ અને વાહનચાલકો માટે જાનનું જાેખમ ઊભું કરતાં માથાભારે ભરવાડો-ઢોરમાલિકોનું વધુ એક શરમજનક ક્રૃત્ય શહેરના સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. મહાનગરપાલિકાની ઢોરપાર્ટીએ બાપોદ વિસ્તારમાંથી રસ્તે રઝળતી ભેંસને ભારે જહેમત બાદ પકડીને ટ્રોલીમાં ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. જાે કે આ દરમિયાન ત્યાં દેકારા-પડકારા સાથે ધસી આવેલા માથાભારે ઢોરમાલિક અને તેના સાગરિતોના ટોળાંએ ઢોરપાર્ટીના કર્મચારીઓ પર અપશબ્દોનો મારો ચલાવી તેઓ પર હિંચકારો હુમલો કરીને ઢોરપાર્ટીના કબજામાંથી ભંેસ છોડાવીને ફરાર થઈ ગયા હતા.