દિલ્હી-

મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે બ્રિટનની પ્રતિષ્ઠિત કન્ટ્રી ક્લબ અને લક્ઝરી ગોલ્ફ રિસોર્ટ સ્ટ્રોક પાર્ક ખરીદવાની ઘોષણા કરી છે. કંપનીએ શેરબજારોને આ માહિતી આપી હતી. કંપનીએ 57 મિલિયન પાઉન્ડ (આશરે રૂ. 592 કરોડ)માં આ કન્ટ્રી ક્લબ અને રિસોર્ટને ખરીદી છે. રિલાન્યસ ઇન્ડસ્ટ્રીઝે છેલ્લાં ચાર વર્ષમાં કુલ 330 કરોડ ડોલરના મૂલ્યની કંપનીઓને હસ્તગત કરવાની જાહેરાત કરી છે. કંપનીએ જે કંપનીઓને હસ્તગત કરી છે એમાં રિટેલ સેક્ટરની 14 ટકા, ટેક્નોલોજી, મિડિયા અને ટેલિકોમ ક્ષેત્રની 80 ટકા, એનર્જી ક્ષેત્રની છ ટકા કંપનીઓ સામેલ છે.

સ્ટોક પાર્ક લિ. બ્રિટનના બકિમઘમશાયરમાં એક હોટેલ અને ગોલ્ફ કોર્સની માલિકીની કંપનીના હસ્તાંતરણથી રિલાયન્સની કન્ઝ્યુમર અને હોસ્પિટાલિટી સેક્ટરની સંપત્તિમાં વધારો થયો છે. કંપનીની સબસિડિયરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રિયલ ઇન્વેસ્ટમેન્ટ્સ એન્ડ હોલ્ડિંગ્સ લિ. (RIIHL)એ 57 મિલિયન ડોલરમાં બ્રિટનની કંપની સ્ટ્રોક પાર્ક લિ.ના બધા શેરો ખરીદી લીધા છે.

સ્ટ્રોક પાર્ક લિ.ની પાસે બ્રિટનના બકિમઘમશાયરમાં સ્ટોક પોગ્સમાં સ્પોર્ટિંગ અને મોજ-મસ્તીથી સંકળાયેલી સુવિધાઓ છે, જેમાં એક હોટલ, કોન્ફરન્સ ફેસિલિટીઝ, સ્પોર્ટ્સ ફેસિલિટીઝ અને ગોલ્ફ કોર્સ છે. RIIHL આ હેરિટેજ સ્થળ પર સ્પોર્ટ્સ અને લેઝર ફેસિલિટીઝને વધારવાની દિશામાં કામ કરશે. અંબાણી (64)એ બ્રિટનની બીજી પ્રતિષ્ઠિત કંપની હસ્તગત કરી છે. તેમણે બ્રિટનની પ્રતિષ્ઠિત ટોય સ્ટોર હેમ્લેસને હસ્તગત કરી હતી. જેમ્સ બોન્ડની બે ફિલ્મોનું શૂટિંગ પણ અહીં થયું હતું.