મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હવે  દેવા મુક્ત કંપની બની ગઈ છે. મહત્ત્વની બાબત એ છે કે કંપનીએ આ લક્ષ્યાંક સમયમર્યાદાના લગભગ 9 મહિના પહેલા પ્રાપ્ત કરી લીધો છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે છેલ્લા બે મહિનામાં રાઇટ્સ ઇશ્યુ અને વૈશ્વિક રોકાણકારો પાસેથી ૧.૬૯ લાખ કરોડનો રેકોર્ડ એકત્ર કર્યા પછી કંપનીનું ચોખ્ખું દેવું શૂન્ય પર આવી ગયું છે. મુકેશ અંબાણીએ કહ્યું કે, મેં કંપનીના શેરધારકોને આપેલ વચન પૂરા કર્યા. રિલાયન્સનું ચોખ્ખું દેવુ ૩૧ માર્ચ ૨૦૨૧ ના ​​નિર્ધારિત સમય પહેલા શૂન્ય પર આવી ગયું છે. "

તે જ સમયે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝએ રાઇટ્સ ઇશ્યૂ  બહાર પાડીને  ૫૩,૧૨૪,૨૦ કરોડ એકત્ર કર્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવ્યા અનુસાર ગયા વર્ષે કંપનીએ યુકે બીપીને ઇંધણના વ્યવસાયમાં ૪૯ ટકા હિસ્સો વેચીને રૂ. ૭,૦૦૦ કરોડમાં કુલ ૧.૭૫ લાખ કરોડ એકત્રિત કર્યા છે અને તાજેતરમાં જ રોકાણ હસ્તગત કર્યું છે. તમને જણાવી દઈએ કે રિલાયન્સનું ૩૧ માર્ચ ૨૦૨૦ ના અંતમાં ૧,૬૧,૦૩૫ કરોડનું દેવું હતું. કંપનીએ ૩૧ માર્ચ ૨૦૨૦ સુધીમાં ચુકવણી કરવાનું લક્ષ્ય રાખ્યું હતું.