અમદાવાદ-

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક એપ્રિલથી જૂન સુધીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચોખ્ખો નફોમાં 31 ટકાનો વધારો થયો છે. કુલ રૂ.13 હજાર 248 કરોડ નફો થયો છે. હિસ્સાના વેચાણથી અપવાદરૂપ કમાણીથી કંપનીએ તેના નફામાં વધારો કર્યો છે. આ સમયગાળા દરમિયાન કંપનીની આવક 88 હજાર 253 કરોડ રૂપિયા હતી. 

ગુરુવારે કંપનીએ શેરબજારને આપેલી માહિતીમાં કહ્યું હતું કે, નાણાકીય વર્ષ 2019-20ના સમાન ત્રિમાસિક ગાળામાં કંપનીનો ચોખ્ખો નફો 10,141 કરોડ થયો હતો. કંપનીએ કહ્યું કે તે હિસ્સેદારીના વેચાણથી રૂ. 4,966 કરોડની ચોક્કસ આવક થઈ હોવાનું સ્વીકારે છે. 

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જાહેર કરાયેલા નાણાકીય પરિણામોમાં આ માહિતી આપવામાં આવી છે. તેમાં જણાવાયું છે કે જ્યારે કંપનીનો નફો 32 ટકા વધ્યો છે, ત્યારે તેની આવક 88,253 કરોડ રૂપિયા થઈ છે. ગયા વર્ષે સમાન ગાળા દરમિયાન કંપનીને 10 હજાર 104 કરોડનો નફો થયો હતો. જો કે, આ સમયગાળા દરમિયાન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તેના ખર્ચમાં 42 ટકાનો ઘટાડો કર્યો છે. 

કંપનીના અહેવાલ મુજબ આ સમયગાળા દરમિયાન કંપનીનો ખર્ચ લગભગ 42 ટકાનો ઘટાડો થયો છે અને 87,406 કરોડ રહ્યો છે. એક વર્ષ પહેલા તે 1 લાખ 50 હજાર 858 કરોડ રૂપિયા હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જાહેર કરાયેલા નાણાકીય અહેવાલમાં જણાવાયું છે કે તેની ટેલિકોમ કંપની જીયોએ ત્રિમાસિકમાં સારો નફો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, રિલાયન્સે જીયોમાં હિસ્સો વેચીને છેલ્લા ત્રણ મહિનામાં 1.50 લાખ કરોડથી વધુ રકમ મેળવી છે. 

કંપનીએ કહ્યું કે, પ્રથમ ત્રિમાસિકમાં જીઓનો ચોખ્ખો નફો 183 ટકા વધ્યો છે, જેનાથી કંપનીને 2 હજાર 520 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો છે. જ્યારે સંચાલન આવક 33.7 ટકા વધીને રૂ. 16 હજાર 557 કરોડ થઈ છે.