દિલ્હી,

વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠને ગઈકાલે એ વાતનો સ્વીકાર કર્યેા હતો કે કોરોના વાયરસ હવા દ્રારા પણ ફેલાઈ રહ્યો છે. આ પછી લોકોની ચિંતા વધી ગઈ હતી અને તેમને કોરોનાનો ડર વધુ સતાવવા લાગ્યો હતો. જો કે ભારતીય નિષ્ણાતોનું કહેવું છે કે આનાથી ગભરાવાની જરૂર નથી. આ વાયરસ હવામાં અસ્થાયી રીતે યથાવત રહે છે. તેનો અર્થ એવો બિલકુલ નથી કે વાયરસ દરેક જગ્યાએ પહોંચી રહ્યો છે અને બધાને સંક્રમિત કરી દેશે.

સીએસઆઈઆર-સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલિકયુલર બાયોલોજી (સીસીએમબી)ના ડાયરેકટર રાકેશ મિશ્રાએ કહ્યું કે અત્યાર સુધીના દાવા પરથી ખુલાસો થાય છે કે વાયરસ પાંચ માઈક્રોથી ઓછા આકારના નાના ટીપા મારફતે હવામાં આમ-તેમ જઈ શકે છે અને મોટા ટીપાના રૂપમાં તે થોડી જ મિનિટો સુધી હવામાં રહેશે. તેમણે કહ્યું કે આનો સ્પષ્ટ્ર અર્થે એ થાય કે યારે કોઈ વ્યકિત બોલે અથવા શ્ર્વાસ લ્યે છે તો અમુક ટીપા હવામાં જાય છે અને થોડા સમય સુધી હવામાં ટકી રહે છે એટલા માટે લોકોએ માસ્ક બિલકુલ કાઢવું જોઈએ નહીં. યાં સુધી હું સમજું છું ત્યાં સુધી અમુક સંશોધનને બાદ કરીને દિશા-નિર્દેશમાં ફેરફાર કરવાની જરૂર નથી. તેનાથી ગભરાવાની કોઈ જરૂર નથી કે વાયરસ દરેક જગ્યાએ ઉડી રહ્યો છે અને તમામને સંક્રમિત કરી દેશે