ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે ૭૫ દિવસથી બંધ રહેલા ધર્મસ્થળોને સોમવારે ખોલવાની મંજૂરી આપી છે. તેના લીધે અયોધ્યા, કાશી, મથુરામાં Âસ્થત મંદિરોમાં સેનિટાઇઝેશન, સુરક્ષા ઘેરો બનાવવા સહિત અન્ય અગત્યના કામ કરવામા આવ્યા હતા. અયોધ્યામાં આજથી મંદિર ખુલી ગયા છે. કાશીમાં મંગળવારે મંદિરોમાં દર્શન-પૂજન શરૂ થશે. મથુરામાં શ્રીકૃષ્ણ જન્મસ્થાન સિવાય અન્ય મંદિર હજુ ખુલ્યા નથી. રોજની જેમ સોમવારે સવારે પણ બાબા વિશ્વનાથનું વિધિ વિધાન સાથે પૂજન કરવામા આવ્યું પણ મંદિરના પટ ખોલ્યા ન હતા. મંગળવારે સવારે મંગળા આરતી પછી લોકોને પ્રવેશ આપવામા આવશે. મંદિરના સીઓ વિશાલ સિંહે જણાવ્યુ કે એક વારમાં માત્ર ૫ લોકો જ મંદિરમાં જઇ શકશે. સૌથી પહેલા થર્મલ Âસ્ક્રનીંગ થશે અને તાપમાન યોગ્ય હશે તો જ મંદિરમાં પ્રવેશ મળશે. બ્રજમાં મોટાભાગના મંદિરો હજુ ખુલ્યા નથી. જાકે શ્રીકૃષ્ણ જન્મસ્થાન મંદિર સવારે સાત વાગ્યાથી જ દર્શનાર્થીઓ માટે ખોલવામા આવ્યું હતું. કોરોનાના લીધે બહારના ભાવિકો તો અહીં દેખાયા નહીં પરંતુ સ્થાનિકો દર્શન કરવા પહોંચ્યા હતાં.