અમદાવાદ-

ગુજરાત અને દેશ જયારે સંપૂર્ણ સપડાયો છે ત્યારે. દેશ ને રાજ્યની બધી જ હોસ્પિટલોમાં દર્દીઓ માટે બેડ ખૂટી પડ્યા છે.છેલ્લા દોઢ વર્ષ થી વધુ સમય થી કોરોના વોરિયર્સ એટલે કે ડોકટરો,પેરા મેડીકલ સ્ટાફ, અન્ય કર્મચારીઓ સતત દર્દીઓની સેવામાં લાગેલા છે. કોરોના મહામારીમાં ઘણી સેવાભાવી સંસ્થાઓ હાલની સ્થિતિમાં લોકોને મદદરૂપ થવા માટે અલગ પ્રકારે આગળ આવી રહી છે. નિસ્વાર્થ પણે કોરોનાગ્રસ્ત દર્દીઓની , કોરોનાની સારવારમાં લાગેલા હોસ્પિટલના કોરોના વોરિયર્સને સહાયરૂપ બની રહી છે.

દેશના જાણીતા શૅફ સંજીવ કપૂરે અન્ય સેવાભાવી સંસ્થાઓના સહયોગથી અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોવિડ ડેઝિગ્નેટેડ 1200 બેડની હોસ્પિટલ ઉપરાંત કિડની ઇન્સ્ટીટયુટ સંચાલિત મંજુશ્રી મિલમાં કાર્યરત 400 બેડ ની હોસ્પિટલ સહીત રાઉન્ડ ધ ક્લોક કાર્યરત તબીબો માટે મદદ કરવાનું નક્કી કર્યું છે. તેમણે આ વોરિયર્સ માટે ત્રણ ટાઈમ વિના મૂલ્યે ભોજન આપવાની વ્યવસ્થા કરી છે.શૅફ સંજીવ કપૂરે અમદાવાદ શહેરમાં 12 શૅફની નિમણૂંક કરીને સિવિલ હોસ્પિટલના તબીબો માટે ત્રણ ટાઈમ ભોજન આપવાની વ્યવસ્થા કરવાનું બીડું ઝડપ્યું છે. સંજીવ કપૂર દ્રઢ પણે માને છે કે, કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવામાં રાઉન્ડ ધ ક્લોક સેવા આપી રહેલા તબીબોને સમયસર સ્વસ્થ અને ગુણવત્તાયુક્ત ભોજન મળી રહેશે તો તેમનામાં નવઉર્જાનો સંચાર થશે. તેઓ વધુ ઉત્સાહભેર દર્દીઓની સેવા કરી શકશે. બે દિવસ અગાઉ શેફ સંજીવ કપૂર અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડૉ.જે.વી.મોદીને મળી ને આ અંગે વાત કરી હતી તેમ અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડૉ.જે.વી.મોદીએ જણાવ્યું હતું. શેફ સંજીવ કપૂર સિવિલ હોસ્પિટલના તબીબોને ભોજન આપવાની વ્યવસ્થા અંગેનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. જેને હોસ્પિટલ તંત્રએ સ્વીકાર્યો છે. અમે તેમની ભાવનાઓને બિરદાવીએ છીએ.