રાજકોટ, ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી પૂર્વે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રાજકોટ સહિત રાજ્યભરમાં મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા ઝૂંબેશ શરુ કરવામાં આવી છે. જે અંગે રાજ્ય વહીવટી તંત્રનાં ૧૮ આઈપીએસ અધિકારીઓની રાજ્ય વહીવટી તંત્રનાં ૧૮ આઈએએસ અધિકારીઓની અલગ અલગ જિલ્લાના મતદારયાદી નિરીક્ષક તરીકે નિમણૂંક કરી જવાબદારી સોંપી દેવામાં આવી છે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદાર યાદીમાં નામ ઉમેરવા કમી કરવા અને સુધારા-વધારા આગામી તા. ૩૦ સુધી કરી શકાશે તેમજ મતદારોની સુવિધા માટે ખાસ ઝુંબેશ ૨૧, ૨૭ અને ૨૮ને રવિવારે યોજાશે. આ દિવસો દરમિયાન દરેક મતદાન મથક ખાતે બીએલઓ સવારના ૧૦ થી સાંજના ૫ કલાક દરમિયાન જરુરી ફોર્મ્સ સાથે ઉપસ્થિત રહેશે. જ્યાંથી ફોર્મ મેળવી અને જરુરી પુરાવા સાથે પરત આપી શકાશે. વિધાનસભાની ચૂંટણીઓ પહેલા અંદાજિત દિવસે તૈયાર કરેલી આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવશે અને આ માટે આ કવાયત આયોગ દ્વારા શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત ચૂંટણી પંચે નવા સીમાંકન મુજબ મતદાન મથકોનું પુર્નગઠન કર્યું છે. જે અંતર્ગત રાજ્યમાં ૮૧ વધારાના મતદાન મથકો વધ્યા છે જાેકે આ અગાઉ રાજ્યમાં ૫૧૫૫૫ મતદાન મથકો હતા જેવધીને હાલની સ્થિતિએ ૫૧૬૩૬ થવા જાય છે.ચૂંટણીપંચ દ્વારા આગામી ૧જાન્યુઆરી ૨૦૨૨ માં મતદારયાદીની આખરી પ્રસિધ્ધ થશે. જે અંતર્ગત રાજ્યમાં ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આગામી ત્રણ રવિવાર સુધી ગુજરાતમાં મતદારયાદીમાં નવા નામ ઉમેરવા નામ કમી કરવા તેમજ નામ સુધારણા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. વિધાનસભાની ચૂંટણીઓ પહેલા અંદાજિત દિવસે તૈયાર કરેલી આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. બીજી તરફ કેન્દ્રીય ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાત સરકારના ૧૮ સનદી અધિકારીઓને મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત અલગ-અલગ જિલ્લાની વિશેષ જવાબદારી સોંપી છે.આ ઉપરાંત ચૂંટણી પંચે નવા સીમાંકન મુજબ મતદાન મથકોનું પુર્નગઠન કર્યું છે. જે અંતર્ગત રાજ્યમાં ૮૧ વધારાના મતદાન મથકો વધ્યા છે. જાેકે આ અગાઉ રાજ્યમાં ૫૧૫૫૫ મતદાન મથકો હતા પરંતુ તંત્રની પુનર્ગઠન કામગીરીના પગલે હાલની સ્થિતિએ રાજ્યમાં ૫૧૬૩૬ મતદાન મથકો બન્યા છે. આ કામગીરી અંતર્ગત ૧૦૯ નવા મતદાન મથકો નો ઉમેરો થતાં તંત્રે ૨૮ મતદાન મથકો મર્જ કર્યા હતા. જાેકે નિયમ મુજબ ગ્રામ્ય વિસ્તારોમાં એક બુથ દિઠ૧૨૦૦ મતદારોની લિમિટ છે. જ્યારે શહેરી વિસ્તારોમાં ૧૪૦૦ મતદારોની લિમિટ બૂથ દિઠ છે. જાેકે ચૂંટણી પંચે વિસ્તાર અને મતદારોની સંખ્યા મુજબ ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટે નવા બુથ બનાવ્યા છે. આ ઉપરાંત આ કામગીરીમાં ૧/૧/ ૨૦૨૨ ની સ્થિતિએ જેને ૧૮ વર્ષ પુરા થયા હોય અને અન્ય કારણોસર મતદારયાદીમાં નામ નોંધાવ્યું હોય તો તેને રાજ્ય ચૂંટણી પંચ નામ ઉમેરવા માટે તક આપશે. જ્યારે મતદાર કાર્ડમાં કોઇ સુધારો કરવાનો હોય તો તેની ૩૦ રૂપિયાનો ચાર્જ નિયત કરવામાં આવ્યો છે.