વલસાડ : છેલ્લા ઘણા દિવસો થી એકધારે મુશળધાર વરસાદ પડતાં વલસાડ જિલ્લા ના અનેક વિસ્તારો માં જુના તેમજ નવા નિર્માણ થયેલ માર્ગો ના ધોવાણ થયા હતા.ખરાબ માર્ગો બાબતે સોસીયલ મીડિયા ના વોટસપ,ફેસબુક પર વિરોધાભાસી મેસેજો મૂકી લોકો માં તંત્ર ની કામગીરી સામે વિરોધની અગ્નિ ભડકી હતી. અનેક માર્ગો પર ખાડાને કારણે વાહન ચાલકો પટકાઈ જઇ અકસ્માતના ભોગ બનતા લોકો માં રોષ ભભૂકયો છે.

માર્ગો ના નિર્માણ માં રાજકીય તંત્ર થી લઇ વહીવટી તંત્રના અધિકારીઓ કટકી લઈ પોતાના ગજવા ગરમ કરતા હોવાને કારણે માર્ગ ના નિર્માણ માં વપરાતા માટેરિયલ માં ઉચ્ચ ક્વોલિટી ની કપચી ,ડામર, પથ્થર સહિત ની સામગ્રીઓ નો ઉપયોગ ન થતા હોવાથી માર્ગો ટુક સમય મજ જર્જરિત થઈ જતા હોવાની લોકબૂમ ઉઠી છે. લોકો વલસાડ જિલ્લા ના માર્ગમકાન વિભાગ પર ભ્રષ્ટાચાર ના ગંભીર આક્ષેપો લાગાવી રહ્યા છે. લોકોની વેદના સમજી આદિજાતિ મંત્રી રમણભાઈ પાટકરે બે ત્રણ દિવસ અગાઉ વલસાડ કલેકટર કચેરી ના કોન્ફ્રાન્સ રૂમ માં તમામ ધારાસભ્યો ,કલેકટર અને માર્ગમકાન ના અધિકારીઓ સાથે બેઠક યોજી ખરાબ માર્ગને કારણે થતી હાલાકી બાબતે વિચારણા કરી વરસાદી પાણી થી ધોવાઈ ગયેલા માર્ગો ના તત્કાળ ધોરણે મરમમત કરવા આદેશ કર્યા હતા.