હાલોલ, હાલોલના ખેડૂતો ને મધ્ય ગુજરાત વીજ કંપની હાલોલ દ્વારા વીજ પુરવઠો અનિયમિત અને અપૂરતો મળતો હોવાથી આજે હાલોલ ના ખેડૂતો એકત્રિત થઈ વીજ કંપની ની ઓફિસ માં જઈ ખેડૂતો ને વીજ પુરવઠો નિયમિત અને પૂરતા પ્રમાણ માં મળે તે માટે ની ઉગ્ર રજુવાત વીજ કંપનીના અધિકારીને કરી હતી. વીજ કંપની ની ઓફિસ માં રજુવાત કરવા આવેલા હાલોલ ના ખેડૂતો સાથે વાત કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વવારા ખેડૂતો ને આઠ કલાક વીજ પુરવઠો આપવામાં આવે છે તેવી જાહેરાતો કરવામાં આવે છે. પરંતુ હાલોલ ના ખેડૂતો ને પુરા આઠ કલાક વીઝળી મળતી નથી.માંડ છ કલાક વીઝળી મળે છે. તેમાં પણ સવાર માં વીજ પુરવઠો આપવાનો હોય ત્યારે ઘણા દિવસ મેન્ટેનન્સનું કામ કરતા હોય છે. જેને લઇ ખેતરમાં પાણી વાળવા માટે મજુર ને લાવીએ છીએ ને વીજ કંપની દ્વવારા રીપેરીંગ નું કામ કરતા હોવાથી તેને બેસાડી રાખવા પડતા હોય છે.ફોન કરી ને જાણ કરીએ ત્યારે જણાવાઈ છે કેરીપેરીંગ કામ ચાલે છે. થોડીક વારમાં લાઈટ આવી જશે પરંતુ મજૂરોને છૂટવાનો ટાઈમ થઇ જાય ત્યાં સુધી લાઈટ આવતું નથી. જેથી મજૂરોને વગર કામે મજૂરી ચૂકવવી પડે છે. જેથી વીજ કંપની ના અધિકારી ને વિનંતી કરવામાં આવે છે કે જયારે રાતે લાઈટ આપવાનો વારો હોય ત્યારે સવારે રીપેરીંગ કામ કરે જેથી ખેડૂતો ને તકલીફ ના પડે. વીજ પુરવઠો પૂરતા પ્રમાણ માં મળતો ના હોવાથી અમે કરેલી ખેતી ને ભારે નુકશાન થાય છે.રજુવાત કરવા છતાં વીજ કંપની દ્વવારા કોઈ યોગ્ય નિકાલ થતો નથી જેથી આજે અમે હાલોલ ના બધા ખેડૂતો એકત્રિત થઈ રજુવાત કરવા માટે આવ્યા છે.