વડગામ,તા.૬ 

વડગામ મામલતદાર કચેરી ખાતે વિડીયો કોન્ફરન્સથી બનાસકાંઠા જિલ્લા પંચાયતની સાધારણ સભા યોજાઈ હતી. .જેમાં વડગામના નાયબ ટી.ડી.ઓ. જેઠાભાઇ,મફાજી રાજપૂત, સહિત તાલુકાના કર્મચારીઓ, મેમદપુર જિલ્લા પંચાયત બેઠકના સદસ્ય અશ્વિન સક્સેના,વડગામ જિ‌.પં.ના સદસ્ય ફલજીભાઇ પટેલ,(વરસડા)બસુ જિ.પં.બેઠકના સદસ્ય હાજર રહ્યા હતા.જયારે કાલેડા અને છાપી બેઠકના સદસ્યની ગેરહાજરી રહી હતી. વિડીયો કોન્ફરન્સથી યોજાયેલી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સદસ્ય અશ્વિન સક્સેના અને ફલજીભાઇ પટેલ દ્વારા તાલુકાના લોકોને મૂંઝવતા પ્રશ્નોની ધારદાર રજૂઆત કરી હતી. અશ્વિન સક્સેના દ્વારા જિલ્લા પંચાયત કચેરીના પાછળના ભાગે પડેલા કાટમાળ માળને હટાવીને પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરવા માટે પણ રજૂઆતો કરી હતી. વધુમાં તેઓ દ્વારા તાલુકાના ગામોમાં પ્લોટોની તાત્કાલિક હરાજી શરૂ કરવામાં આવે, તાલુકાના ૧૭ ગામોમાં ગામતળ નથી તેવા ગામોમાં ગામતળ મંજુર કરવામાં આવે તેમજ તાલુકાના વિવિધ ગામડામાં ૫૬૩ લાભાર્થીઓ દ્વારા કરવામાં આવેલી પ્લોટોની માગણી સંતોષવામાં આવે અને તાલુકામાં દર મહિને લેન્ડ કમિટી યોજાય તેમજ લોકોને મનરેગા યોજના હેઠળ તાલુકાના લોકોને રોજગારી આપવા જેવા પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી.