આણંદ : ચરોતરના આણંદ અને નડિયાદ ખાતે આજે પ્રજાસત્તાક દિનની ઉજવણીનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. ભારતના ૭૨મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે તા.૨૬ જાન્યુઆરી, ૨૦૨૧ના મંગળવારે સવારે ૯ કલાકે આણંદના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આણંદ ખાતે રાજ્યકક્ષાના મંત્રી જયદ્રથસિ ંહજી પરમારના વરદ હસ્તે ધ્વજવંદન સમારોહ યોજાશે. આવી જ રીતે નડિયાદ ખાતે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના વરદ હસ્તે ધ્વજવંદન સમારોહ યોજાશે. આજે સવારે ૯ કલાકે નડિયાદ એસઆરપી કેમ્પ ખાતે જિલ્લા કલેકટર આઇ.કે. પટેલની અધ્યક્ષતામાં ૨૬મી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વની પરેડનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. 

ખેડામાં આવતીકાલે તા.૨૬મી જાન્યુઆરીના રોજ જિલ્લા કક્ષાના ૭૨મા પ્રજાસત્તાક દિનની ઉજવણી વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના વરદ હસ્તે યોજાવાનો હોવાથી આ કાર્યક્રમને અનુલક્ષીને તૈયારીઓ કરવામાં આવી છે. આ તૈયારીઓનું નિરીક્ષણ પણ જિલ્લા કલેકટર આઇ.કે. પટેલે કર્યું હતું. રિહર્સલના અંતે જિલ્લા કલેક્ટર આઇ.કે.પટેલે જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું. આ રિહર્સલ દરમિયાન જિલ્લા પોલીસ વડા દિવ્ય મિશ્ર, નિવાસી અધિક કલેકટર રમેશ મેરજા સહિત જિલ્લાન ા ઉચ્ચ અધિકારીઓ, પોલીસ પરેડના જવાનો સહિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનારાં બાળકો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતાં.