રાનકુવા,તા,૬ 

નવસારી જિલ્લાકક્ષાનો ૭૧ મો વન મહોત્સવ કાર્યક્રમ ચીખલી તાલુકાના કુકેરી ખાતે યોજાયો હતો.આ પ્રસંગે જિલ્લાપંચાયત પ્રમુખ ડો.અમિતાબેનપટેલે જણાવ્યું હતું કે, વન અને વૃક્ષોની જાળવણી અને રક્ષણ માટે લોકજાગૃતિ અને લોક સહકાર મેળવવા માટે વન મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આજે દેશમાં વસ્તી વધારાની સાથે વૃક્ષોનું નિકંદન થઇ રહયું છે. તેનું સમતોલન જાળવવા માટે જયારે ઍક વૃક્ષ કપાઇ તો તેની સામે બીજાપાંચ વૃક્ષોનું વાવેતર કરવું જાઇઍ. સરકારની વિવિધ યોજનાઓનો ખેડૂતમિત્રોઍ લાભ લેવો જાઇઍ. સંસ્થાઓ, ઍન.જી.ઓ.,મંડળી ઓ,પંચાયતના સરપંચો, શાળાઓઍ કંમ્પાઉન્ડમાં, ગામમાં આવવા-જવાના રસ્તાઓ ઉપર વૃક્ષનું વાવેતર કરી કાળજી લઇ ઉછેરવા અનુરોધ કર્યો હતો. સામાજીક વનીકરણ વિભાગ દ્વારા લોકોને પોતાના ઘરઆંગણે, ખેતરમાં શેઢાપાળે માટે રોપાઓ વિનામૂલ્યે આપવામાં આવે છે.