અમદાવાદ-

ભારતીય તટરક્ષક દળે MSV કૃષ્ણ સુદામા જહાજ પર રહેલા 12 ક્રૂ મેમ્બર્સને સહિસલામત રીતે બચાવી લીધા છે, ઓખાના દરિયાકાંઠાથી લગભગ 10 નોટિકલ માઇલ દૂર ક્રૂ મેમ્બર ફસાયા હતા. 26 સપ્ટેમ્બરના રોજ MSV કૃષ્ણ સુદામા જહાજ મુદ્રાથી 905 ટન ચોખા અને ખાંડનો જથ્થો લઈને જીબુતી જવા માટે રવાના થયું હતું, આજ સમયે તટરક્ષક દળનું C-411 જહાજ ઓખાથી જવા માટે રવાના થયું હતું, જ્યાં સમગ્ર બનાવ અંગે જાણ તટરક્ષક દળને થતા તમણે મધ દરિયે રહેલા MV સધર્ન રોબિન જહાજની તાત્કાલિક ધોરણે મદદ લીધી હતી, આમ મધરાતે અને મધ દરિયે સંયુક્ત ઓપરેશન પાર પાડી 12 ક્રુ મેમ્બરને બચાવી લેવામાં આવ્યા હતા.

કોસ્ટ ગાર્ડે એક નિવેદનમાં જણાવ્યું છે કે, આ જહાજ ગઈ કાલે ગુજરાતના મુન્દ્રા બંદરેથી જીબુટી ટાપુ તરફ જવા માટે રવાના થયું હતું. એમાં 905 ટન ચોખા અને ખાંડ હતા, જે આફ્રિકી ટાપુરાષ્ટ્ર જીબુટીમાં પહોંચાડવાના હતા. કોસ્ટ ગાર્ડના જહાજ C-411 એ વ્યાપક ખોજ કરીને ડૂૂબતા જહાજને શોધી કાઢ્યું હતું. એમાંના 12 ખલાસીઓ એમના જહાજમાં પાણી ભરાતાં એ ડૂબવાનું શરૂ થતાં એને પડતું મૂકીને એક રબરની હોડીમાં સવાર થયા હતા. કોસ્ટ ગાર્ડના જહાજે હવામાનની ભયજનક પરિસ્થિતિમાં અને ગભરાયેલી હાલતમાં રહેલા તમામ 12 ખલાસીઓને ઉગારી લીધા હતા. એ બધાયને સહીસલામત રીતે ઓખા બંદરે લાવવામાં આવ્યા હતા.  કોસ્ટ ગાર્ડને જ્યારે ખબર પડી કે કૃષ્ણ સુદામા જહાજ ડૂૂબી રહ્યું છે ત્યારે એનું જહાજ C-411 એમાં રહેલા ખલાસીઓને બચાવવા માટે ઓખાથી રવાના થયું હતું. તે સમુદ્રવિસ્તારમાં રહેલા અન્ય જહાજ એમ.વી. સધર્ન રોબીનને પણ સહાયતા માટે એ તરફ વાળી દેવામાં આવ્યું હતું.