વડોદરા, તા. ૧૩ 

ચોમાસાની શરૂઆત થતા જ વિશ્વામિત્રી નદીમાંથી મગરો બહાર નીકળવાના શરુ થઇ જતા હોય છે. સામાન્ય રીતે મગરો માનવ વસ્તીમાં ઘુસી જતા હોવાની વાત કરનારાઓ માનવ મગરોના કુદરતી આશ્રયસ્થાનોને અસ્તવ્યસ્ત કરી રહ્યા હોવાની વાતથી અજાણ છે. ગઈકાલે રાત્રે જ કારેલીયાબાગ વિસ્તારમાં અમિતનગર સર્કલ પાસેની એક સોસાયટીમાં મગરનું બચ્ચું આવી પહોંચ્યું હતું. આ ઘટનાની જાણ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટને કરવામાં આવતા તેને રેસ્ક્યુ કરીને વન વિભાગને સોંપવામાં આવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, વિશ્વામિત્રી નદીથી થોડે જ દૂર આવેલ અમિતનગર સર્કલ પાસેની એક સોસાયટીમાં ગઈકાલે રાત્રે અંદાજિત એક ફુટ લંબાઈનું મગરનું બચ્ચું ઘુસી આવ્યું હતું. મગરના આ બચ્ચાને જોઈએં સોસાયટીના રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જોકે, એક રહીશ દ્વારા આ અંગેની જાણ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટને કરવામાં આવતા વોલેન્ટિયર્સ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચીને મગરના બચ્ચાને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો અને વન વિભાગને સુપ્રત કરવામાં આવ્યું હતું.