વડોદરા, તા. ૨૦

વડોદરાના માંજલપુર ગામમાં મકાનના બાંધકામની કામગીરી દરમિયાન બાજુના મકાનની દીવાલ ધડાકા સાથે પડતા ૩થી ૪ વ્યક્તિ દબાયા હતા , બનાવની જાણ ફાયર બ્રિગેડને કરાતા તુરંત લાશ્કરો ઘિટના સ્થળે પહોંચી રેસ્કયુ ઈક્વીપમેન્ટની મદદ થી બચાવ કામગીરી હાથ ધરી હતી, અને વૃદ્ધ સહિત પરિવારના ત્રણ સભ્યોને સુરક્ષીત રીતે બહાર કાઢીને સારવાર અર્થે ખસેડાયા હતા.બનાવની જાણ થતા સ્થળ પર લોકટોળા ઉમટ્યા હતા.

ફાયર બ્રિગેડના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર માંજલપુર ગામમાં આવેલ એક મકાનના બાંધકામની કામગીરી ચાલી રહી હતી.દરમિયાન આજે સવારે આ મકાનની બાજુના મકાનની દિવાલ એકા એક ધરાશાયી થતા કામ કરી રહેલા શ્રમજીવીઓ તુરંત બહાર નિકળી ગયા હતા.

જ્યારે મકાન માલિક ભૂપેન્દ્ર પટેલ સહિત ત્રણ વ્યક્તી ફસાઈ જતા સ્થળ પર પહોંચેલા ફાયર બ્રિગેડના જવાનોએ અત્યાધુનિક સાધનો થી તમામને સુરક્ષીત રેસ્કયુ કર્યા હતા.મકાનના રીનોવેશન દરમિયાન બનેલી ઘટનામાં મોટી જાનહાનિ ટળી હતી. મળતી માહિતી મુજબ મકાન માલિક ભુપેન્દ્ર પટેલને પાડોશી દ્ધારા જાેખમી દિવાલ દૂર કરવા વારંવાર જાણ કરવામાં આવી હતી.

વારંવાર પાડોશી દ્ધારા જાેખમી દીવાલ દૂર કરવાની જાણ કર્યા છતાં મકાન માલિક ભુપેન્દ્ર પટેલ જાેખમી મકાનમાં રહેતા હતા. મકાન માલિક ભુપેન્દ્ર પટેલ ગંભીર રીતે ઘાયલ થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા જ્યારે અન્ય બે ૨ વ્યક્તિઓને પણ દુર્ઘટનામાં નાની મોટી ઈજાઓ પહોંચી હતી.