ડભોઇ : ડભોઇ પંથકમાં ૮ કલાક સુધી લાઇટો ડૂલ થતાં લોકોને અંધારામાં રહેવું પડ્યું જ્યારે રેલ્વેની બેદરકારીને પગલે વીજકંપનીને નુકશાન થયું હતું.ડભોઇમાં ગત રોજ રાત્રીના ૯ વાગ્યા સુધી લાઇટો ડૂલ રહેતા લોકો ને ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો હતો. 

જી.ઇ.બી આધેકારીઓ એ જણાવ્યુ કે રેલ્વેલાઇન નું કામ ચાલુ હોય રેલ્વે તંત્ર દ્વારા ખોદાયેલ ખાડા ને પગલે અંડરગ્રાઉંડ કેબલો ને નુકશાન થવા પામ્યું છે જેને રીપેર કરવા માટે જી.ઇ.બી દ્વારા ૮ કલાક સુધી નગર ની લાઇટો બંધ હતી જેથી નગર ની સામાન્ય જનતા ને ભારે હાલાકી ભોગવી પડી હતી. જોકે તંત્ર દ્વારા યુધ્ધ ના ધોરણે કાર્યવાહી શરૂ કરી કામ ચાલુ કરવામાં આવ્યું છે.એક તરફ સરકાર છેવાડાના માનવી સુધી ૨૪ કલાક વીજ પ્રવાહ આપવાને કટીબંધ છે. બીજી તરફ ડભોઇ નગરમાં ગત રોજ સોમવારે બપોરે ૨ વાગ્યાથી લઈ રાત્રી ૯ વાગ્યા સુધી લાઇટો ડૂલ રહેતા નગર જનો ત્રાહિમામ પોકારી ગયા હતા.

 મધ્ય ગુજરાત વીજ કંપની ને પૂછવામાં આવ્યું ત્યારે અધીકારીઓ દ્વારા જણાવાયું હતું કે હાલ ડભોઇ થી કેવડીયા રેલ્વે લાઇન નું પૂર જોશ માં કામ ચાલી રહ્યું છે જેને પગલે સરીતા ક્રોસિંગ નજીક રેલ્વે કામગીરી દરમ્યાન પડાયેલા મોટા અને ૧૦ થી ૨૦ ફૂંટ ઊંડા ખાડાઑ માં વીજ પ્રવાહ આપતા અંડરગ્રાઉંડ કેબલો માં ભંગાણ સર્જાયું છે જે રીપેર કરવામાં આવી રહ્યું છે.