વલસાડ, વલસાડ ના આઝાદ ચોક માં ડ્રેનેજ લાઈન માં પડેલ ભંગાણ ને કારણે લગભગ છેલ્લા ત્રણ મહિના થી ગટર ઉભરાઇ રહી છે ઉભરાતી ગટર ને કારણે માર્ગ પર અહીં પાણી ફરી વળે છે પાણી ફરી વળતા અવર જવર કરવા વાળા લોકો ભારે હેરાનગતિ વેઠવું પડી રહ્યું છે.તે સિવાય રસ્તા પર ફરી વળેલ ગટર ના ગંદા પાણી મચ્છરો નો ઉદગમસ્થાન બન્યું છે લોકો ની સમસ્યાઓ ના નિવારણ બાબતે પાલિકા તંત્ર બેદરકાર બની છે પ્રાથમિક સુવિધાઓ ની વ્યવસ્થા માં બેદરકાર બની રહેલ ના સંચાલકો ને લોકો બાન માં લઇ રહ્યા છે પાલિકા ની ચૂંટણી વખતે ઉમેદવારોએ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના વાયદાઓ કર્યા હતાં પણ આ વાયદાઓ હાલ કાગળ ઉપર જ દેખાય રહયાં છે.સમસ્યાઓ બાબતે નગરપાલિકામાં વારંવાર રજુઆત કરવા છતાં કોઇ પગલાં ભરવામાં આવતાં નથી. વાહનચાલકો અને રાહદારીઓને ગંદા પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે. ગંદકીના કારણે આ વિસ્તારમાં દુકાનો ધરાવતાં વેપારીઓને પણ આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. નગરપાલિકાના નવા ચુંટાયેલા પદાધિકારીઓ આ વિસ્તારની સમસ્યાનો કાયમી નિકાલ કરવા યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકો માંગ કરી રહયાં છે હાલ માં જ વલસાડ પાલિકા માં લોકો ના પ્રશ્રો બાબતે પ્રશ્રો ઉઠાવનાર પાલિકા ના ચાર સભ્યોને ફરજ મોકૂફ કરવા માં આવતા લોકો માં અનેક તર્ક વિતર્ક ઉઠી રહ્યા છે લોકો ચૂંટણી માં પોતા ના ઉમેદવાર ચૂંટી તેમની સાથે આવનાર પાંચ વર્ષ ના સારા સમય ની કામના કરે છે પરંતુ વલસાડ નગરપાલિકા ને આઇના દેખાડનાર સભ્યો ને સસ્પેન્ડ કરી દેવા માં આવતા લોકો ની સમસ્યાઓ બાબતે પાલિકા ની સભા માં કોઈ મુદ્દા પણ નહીં ઉઠાવશે.