કોરોનાના દર્દીના મૃતદેહને ગોત્રી સ્મશાન ખાતે લઈ જવાતાા સ્થાનીક રહીશો સાથે યુવક કોંગ્રેસ કાર્યકરોએ સખ્ત વિરોધ કર્યો હતો અને સ્મશાનની ચિમકી નીચી હોવાથી આસપાસના વિસ્તારોમાં ગુગળામળ થવા સાથે લોકોને સંક્રમીત થવાનો પ્રશ્ન ઉભો થયો હતો. ઉલ્લેખનીય છે કે કારેલીબાગના ખાસવાડી સ્મશાન સિવાય અન્ય ચાર સમશાનમાં કોરોનાના દર્દીઓને અગ્નિદાહ આપવાની પરવાનગી આપવામાં આવી છે. ત્યારે સ્થાનીક લોકોમાં આ વાયરસના દર્દીના અંતિમ સંસ્કાર કરવામાં આવે તો કોરોના વાયરસ ફેલાવાનો ડર રહે છે. આથી વાસણા સ્મશાનમાં પણ અગાઉ કોરોના દર્દીના મૃતદેહને અગ્નિ સંસ્કાર અપાતા વિરોધ થયો હતો. ત્યારે આજે ગોત્રીના સમશાનમાં પણ ચિમની નીચી હોવાથી કોરોના દર્દીના અગ્નિ સંસ્કારના ધૂમાડા આસપાસમાં ફેલાતા હોવાથી લોકોમાં દહેશત ફેલાઈ હતી અને યુવા કોંગ્રેસના અગ્રણી અલ્ફાક મલેક સહિતના કાર્યકરો અને રહીશોએ વિરોધ કર્યો હતો ત્યારે કોર્પોરેશન દ્વારા સ્મશાનની ચિમનીરીપેરીંગ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ હતી.