વડોદરા, તા.૧૩

કલાલી-તલસટરોડ પર આવેલા શેરવુડ બ્લીસ ફ્લેટમાં રહેતા નિવૃત ડીવાયએસપીના પુત્રએ સોસાયટીમાં રહેતી મહિલાના ફોટા પાડી તેમજ વીડીઓ ઉતાર્યા બાદ મહિલાને અપશબ્દો કહેતા મહિલાએ આ બનાવની માંજલપુર પોલીસને જાણ કરી હતી. આ મુદ્દે સોસાયટીના બે જુથો માંજલપુર પોલીસ મથકે જતા તેઓએ સામસામે આક્ષેપ કરતા ઉશ્કેરાટ ફેલાયો હતો. જાકે પોલીસે કાર્યવાહી કરવાની ચિમકી આપતા નિવૃત ડીવાયએસપીના પુત્રએ મહિલાને સોરી કરી માફી માંગતા મામલો થાળે પડ્યો હતો. 

કલાલી-તલસટરોડ પર આવેલા શેરવુડ બ્લીસમાં રહેતા રÂશ્મબેન રંજને માંજલપુર પોલીસ મથકમાં આપેલી અરજીમાં જણાવ્યું હતું કે હું સાંજે સોસાયટીમાં આંટો મારવા નીકળી હતી ત્યારે અમારી સોસાયટીમાં રહેતા મિતાંગ દેસાઈએ મારો ફોટો પાડ્યો હતો અને હું પાછી વળી ત્યારે તેણે મારો કદાચ વિડીયો પણ બનાવ્યો હતો. હું તેની સામે ઉભી થઈ ગઈ તો તેણે મારી સાથે ઝઘડો કરી મને અપશબ્દો કહ્યા હતા અને તેની તેની પત્ની પણ તેની ચઢવણી કરતી હતી. તે ઘણી વખત વિચિત્ર ઈશારાઓ કરે છે અને જયારે મે વિડીઓ બનાવવાની વાત કરી તો તેની પત્નીએ તેં માસ્કનો ફોટો લીધો છે તેવું ખોટુ જણાવ્યું હતું. હું એકલી ચાલતી હતી અને સોસાયટી ખાલી હતી ત્યારે તેણે સોસાયટીના ૬૪ નંબરમાં રહેતા મન્ટુ ચૈધરીના મકાનમાંથી પણ ફોટા પાડ્યા છે.આ અરજી કરનાર રÂશ્મબહેને જણાવ્યું હતું કે મે આ મુદ્દે વિરોધ કરતા ટીમ અભયમમાં જાણ કરી હતી જેમાં માંજલપુર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી તે સમયે નિવૃત ડીવાયએસપી એચ.ડી.દેસાઈ પણ ઝઘડો કરવા માટે બહાર ધસી આવ્યા હતા. આ મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે બંને પક્ષોને સાંભળીને રવાના કર્યા હતા. જાકે આ બનાવની મે શહેર પોલીસ કમિશ્નરને પણ ફરિયાદ કરી હતી જેના પગલે આજે સાંજે અમારી સોસાયટીના બંને પક્ષોને માંજલપુર પોલીસ મથકમાં બોલાવવામાં આવ્યા હતા.

પોલીસ મથકમાં પીઆઈની ચેમ્બરમાં મીતાંગ દેસાઈએ મારો વિડીઓ બનાવ્યાની વાતને નકારી હતી પરંતું તેણે મારી સાથે ઝઘડો કર્યો હોવાનું સ્વીકાર્યું હતું. જાકે મારે ફરિયાદ કરી કોઈને જેલમાં મોકલવાનો ઈરાદો નથી માટે મે ફરિયાદ કરવાની ના પાડી હતી પરંતું મારી ફરીથી આ રીતે છેડતી ના થાય તેની બાંહેધરી આપવાની પોલીસને જાણ કરી હતી. જાકે ત્યારબાદ મીતાંગ દેસાઈએ મને પીઆઈની સામે સોરી કહીને મારી માફી માંગી હતી જેથી મામલો થાળે પડ્યો હતો જેથી કોઈ ફરિયાદ કરી નથી.

બંને પક્ષોએ ફરિયાદ કરવાની ના પાડતા રવાના કર્યા છે

આ બનાવ અંગે માંજલપુર પોલસ મથકના પીઆઈ બી જી ચેતરિયાએ જણાવ્યું હતું કે ઉક્ત સોસાયટીમાં રહેતા રહીશોના બે જુથો છે જેઓની વચ્ચે કોઈક કારણસર મતભેદ છે. આજે બંને પક્ષોને પોલીસ મથકે બોલાવીને બંનેને અલગ-અલગ સાંભળ્યા બાદ તેઓને ભેગા કરીને વાતચિત કરી હતી જેમાં તેઓએ એકબીજા પર ફોટા પાડવાનો અને વિડીઓ ઉતારવાના આક્ષેપ કર્યા હતા. જાકે આ મુદ્દે પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈ કાર્યવાહી કરવાની વાત કરી હતી જે બાદ તેઓની વચ્ચે સમાધાન થયું હતું અને તેઓએ ફરિયાદ કરવાની ના પાડતા બંને પક્ષોને જરૂરી કડક સુચના આપીને રવાના કર્યા છે

મિતાંગનો બનાવ બાદ કંઈ પણ કહેવાનો ઈનકાર

નિવૃત ડીવાયએસપીના પુત્ર અને સોસાયટીમાં રહેતા તેના સાગરીતો સામે મહિલાઓએ ગંભીર આક્ષેપો કર્યા હતા. આ આક્ષેપો અંગે મીતાંગ દેસાઈને ફોન પર વાત કરી પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કરાતા તેણે જેણે તમને જાણકારી આપી છે તેમને જ તમે પુછો તેમ કહીને વધુ કઈ પણ કહેવાનો ઈનકાર કરી ફોન કટ કર્યો હતો.