બાર્સિલોના,

આજેર્ન્ટિના અને બાર્સિલોનાના સ્ટાર સ્ટ્રાઈકર લિયોનેલ મેસ્સીએ ૨૦૧૭ માં બાર્સેલોના સાથે આશરે ૪,૯૧૧ કરોડ રૂપિયા ના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. તે રમતના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી ડીલ હતી. સ્પેનિશ અખબાર 'અલ માંડો' ના એક અહેવાલમાં આ વાતનો ખુલાસો થયો છે.

અખબારના જણાવ્યા અનુસાર મેસી દ્વારા સહી કરાયેલ ૩૦ પાનાનો કરાર મળ્યો. ૪ વર્ષના કરારના અંતે મેસ્સીને કુલ ૫૫,૫૨,૩૭,૬૧૯ યુરો મળશે. આમાં કરાર દરમિયાન મૂકવામાં આવેલી શરતો શામેલ છે. રિપોર્ટ અનુસાર મેસ્સીને એક સીઝનમાં ૧૩૮ મિલિયન યુરો (લગભગ ૧,૨૨૧ કરોડ રૂપિયા) મળે છે.

અખબારના જણાવ્યા અનુસાર, કરારને નવીકરણ કરવા માટે મેસ્સીને લગભગ ૧૧,૫૨,૨૫,૦૦૦ યુરો (લગભગ ૧૦૧૯ કરોડ રૂપિયા) નો બોનસ મળ્યો હતો. ક્લબ સાથે વફાદારી બતાવવા બદલ તેને (લગભગ ૬૮૯ કરોડ રૂપિયા) નો બોનસ પણ મળ્યો હતો.

અખબાર અનુસાર મેસ્સીએ અત્યાર સુધીમાં કુલ લગભગ ૪૫૨૬ કરોડ રૂપિયા ની કમાણી કરી છે. તેના કરાર પૂરા થવા માટે હજી ૫ મહિના બાકી છે. મેસ્સીનો બાર્સેલોના ક્લબ સાથે કરાર જૂન મહિનામાં સમાપ્ત થશે. આ પછી, તેની ક્લબ છોડવાનું નિશ્ચિત માનવામાં આવે છે.

મેસ્સીએ ૧૮ વર્ષની ઉંમરે ૧૬ ર્હક્ટોબર ૨૦૦૪ ના રોજ બાર્સેલોનામાં ડેબ્યૂ કર્યું હતું. તેણે અત્યાર સુધીમાં ૧૦ લા લિગા અને ૪ યુઇએફએ ચેમ્પિયન્સ લીગ સહિત ૩૪ ખિતાબ જીત્યા છે.