ગાંંધીનગર-

મહેસુલ મંત્રી કૌશીક પટેલે મહેસૂલ વિભાગ રાજયના ખેડૂતો, ઉદ્યોગ સાહસિકો અને સામાન્ય નાગરિકોની રોજબરોજની મહેસૂલી કામગીરીઓને લક્ષમાં રાખીને ટેકનોલોજીના માધ્યમથી સરળીકરણ અને પારદર્શિતા લાવવામાં હંમેશા અગ્રેસર રહ્યો છે. મહેસૂલી સેવાઓ વધુ ઝડપી, સરળ અને પારદર્શક બને તે માટે ઇ-ગવર્નન્સના માધ્યમ અને અદ્યતન ટેક્ધોલોજીના ઉપયોગથી પર બિનખેતી પરવાનગી, પ્રીમિયમ પરવાનગી, બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીયલ પરવાનગી, વારસાઇ નોંધ, સુધારા હુકમ, જમીન માપણી જેવી ૨૭ જેટલી વિવિધ સેવાઓ ઓનલાઇન કરી સીંગલ વિન્ડો સીસ્ટમને યથાર્થ બનાવી છે.

મહેસૂલ વિભાગે ડીજિટલ ગુજરાતના નિર્માણ ક્ષેત્રે વધુ એક નક્કર કદમ ભરી સમગ્ર દેશમાં પ્રથમ વખત ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા મહેસૂલ વિભાગની કચેરીઓની તપાસણીની પ્રક્રિયા ઓનલાઇન કરી ઇન્ટીગ્રેટેડ રેવન્યુ ઇન્સપેક્શન સિસ્ટમ દ્વારા હવેથી તમામ મહેસૂલી પરવાનગી, હક્કપત્રકની નોંધો અને મહેસૂલી કેસની તપાસ ઓનલાઇન મોડ્યુલમાં કરવામાં આવશે. મંત્રીએ ઉમેર્યુ હતું કે, રાજયમાં મહત્વની તમામ મહેસૂલી પરવાનગી પ્રક્રિયા ખૂબ જ કાર્યક્ષમ રીતે તથા સમયમર્યાદામાં પારદર્શી રીતે થાય તે માટે મહેસૂલ તપાસણી કમિશ્નરની કચેરી દ્વારા રાજયની તમામ મહેસૂલી કચેરીઓની તબક્કાવાર તપાસ કરવામાં આવે છે તથા રાજયની મહેસૂલી કચેરીઓને માર્ગદર્શન આપવામાં આવે છે. હવે આ ટેકનોલોજીના સમયમાં આ તપાસની પ્રક્રિયા પણ ઓનલાઇન થાય તે માટે મહેસૂલ વિભાગે નક્કર નિર્ણય લીધો છે. ઇન્ટીગ્રેટેડ રેવન્યુ ઇન્સપેક્શન સિસ્ટમ દ્વારા હવેથી મહેસૂલી કચેરીઓની તપાસણી ઓનલાઇન કરવાથી સમયની બચત સાથે ગુણવત્તાસભર તપાસ થશે અને સમગ્રતયા કાર્યક્ષમ રીતે મહેસૂલી કામગીરી થશે.મંત્રીએ વધુમાં ઉમેર્યુ હતું કે, જે બાબતો માટે મહેસૂલી કચેરીઓની ભૌતિક ચકાસણી કરવાની હોય તે માટે ઇન્સપેક્શન ટીમ જિલ્લા કચેરીએ જઇને કચેરી કચેરીની તપાસ કરશે. ટેકનોલોજીના ઉપયોગથી મહેસૂલ વિભાગે અરજી પ્રક્રિયા તપાસ સુધીની પ્રક્રિયા ઓનલાઇન કરીને તમામ સરકારી વિભાગો માટે દ્રષ્ટાંત પુરું પાડેલ છે. રાજય સરકારના આ ક્રાંતિકારી નિર્ણયથી મહેસૂલી કચેરીઓની ઓનલાઇન તપાસણીથી સમય તથા નાણાંનો બચાવ થશે. માન.મંત્રી મહેસૂલના વરદ હસ્તે તથા મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, સચિવ જ.સુ. તથા મહેસૂલ વિભાગના અધિકારીશ્રીઓની ઉપસ્થિતમાં મહેસૂલ વિભાગ દ્વારા ઇન્ટીગ્રેટેડ રેવન્યુ ઇન્સપેક્શન સિસ્ટમ લોન્ચ કરવામાં આવી હતી