ભરૂચ,  ભરૂચ જિલ્લા સીઆરઝેડ(કોસ્ટલ રેગ્યુલેટરી ઝોન)કમિટીની મીટીંગમાં વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા એપ્રુવડ કરેલ નકશા મેમ્બર સેક્રેટરી દ્વારા ઉપલબ્ધ કરાવ્યા બાદ જિલ્લાની કેટલી લીઝોનો સી.આર.ઝેડ. વિસ્તારમાં સમાવેશ થાય છે. તે પૈકી સંપૂર્ણપણે ચકાસણી કર્યા બાદ સીઆરઝેડ નોટીફિકેશનની જાેગવાઇ મુજબ આ વિસ્તારમાં આવતી ૨૩ લીઝો જિલ્લા કલેકટર દ્વારા રદ કરવામાં આવી છે. દરિયાકાંઠાથી ૫૦૦ મીટર તથા નદીમાં ભરતીથી ૧૦૦ મીટરના વિસ્તારને સી.આર.ઝેડ. વિસ્તાર તરીકે ઓળખાય છે. આ વિસ્તારમાં ખનન પ્રવૃતિ પર મનાઈ ફરમાવેલી હોઈ, આ કવોરિલીઝો રદ કરવામાં આવેલ છે. જે પૈકી વાગરા તાલુકાના  અલાદર ગામની ૨ સાદી માટી ખનીજની,  ગંધાર ૧ માટીની લીઝ, મનાડ ૪, વડવા ૧, વેરવાડા ૨, ફૂરજાં બંદર ૧,  તવારા ૪,  શુક્લતીર્થ ૭,  ઉચેડિયા ૧ રેતીનીલીઝોનો સમાવેશ થાય છે.અચાનક તંત્ર દ્વારા  લિઝોના પરવાના રદ કરવામાં આવતાં લીઝ ધારકોની ઊંઘ હરામ થઈ ગઈ છે.