અમદાવાદ,ગુજરાત બોર્ડનું ધોરણ ૧૦નું પરિણામમાં અનેક કેટલાંય તેજસ્વી તારલાઓએ પોતાની પ્રતિભા દર્શાવી છે. અમદાવાદના રીક્ષા ચાલકની દીકરીએ ૯૫ ટકા મેળવ્યા છે. આ દીકરી અધિકારી બનવાનું સપનુ સેવી રહી છે.તન્વી ઠાકોર નામની વિદ્યાર્થિનીને ધોરણ ૧૦મા ૯૫ ટકા મેળવીને અન્ય માટે પ્રેરણાસ્ત્રોત બની છે. સી.એન.વિદ્યાલયમાં ભણતી આવ્યા છે. તન્વીના પિતા રીક્ષા ચલાવે છે અને માતા ઘરે છૂટક કામ કરે છે. ઘરની આર્થિક સ્થિતિ સારી ના હોવાથી પહેલાથી જ તન્વીએ ટ્યુશન રખાવ્યું નહોતું. તન્વીએ ૧૦મા ધોરણમાં બોર્ડ હોવા છતાં માતા-પિતાની સ્થિતિ ધ્યાનમાં રાખીને વિના ટ્યુશને ભણવાનું નક્કી કર્યું હતું. શરૂઆતમાં સ્કૂલમાં અને બાદમાં ઘરે મહેનત કરવાનું શરૂ કર્યું અને બોર્ડની પરીક્ષા સુધી ખૂબ જ મહેનત સાથે તૈયારી કરી હતી. બોર્ડનું જ્યારે પરિણામ આવ્યું ત્યારે પરિણામ જાેતા જ તન્વી અને પરિવારમાં ખુશી છવાઈ ગઈ હતી. કારણકે તેને જે પ્રકારે મહેનત કરી હતી તેનું પરિણામ તેને મળ્યું હતું. તન્વીએ જણાવ્યું હતું કે, ઘરમાં મમ્મી પપ્પા બંને કામ કરે છે. ઘરની સ્થિતિ એટલી સારી નથી જેથી મેં ટ્યુશન રાખવ્યું નહોતું. જાતે મહેનત કરતી હતી ક્યાંક સ્કૂલના ટીચરની પણ મદદ લેતી હતી. આજે સારું પરિણામ આવ્યું છે, અહીંયા જ અટકવું નથી હજુ મારે બનવું છે અને મમ્મી પપ્પા અત્યારે જે રીતે રહે છે તેમાંથી તેમને બહાર લાવવા છે.તન્વીના પિતા રાજેશ ઠાકોરે જણાવ્યું હતું કે, અમે તો મજૂરી કરી ગુજરાન ચલાવીએ છીએ.અમારી દીકરીને અમે જેમ તેમ કરીને ભણાવી હતી.