અમદાવાદ, ગુજરાત હાઇકોર્ટેમાં આજે દારૂ ને પડકારતી અરજી પર સુનાવણી કરવામાં આવી હતી. જેમાં આજે દારૂબંધી ખાલી કાગળ પર જ છે. પોલીસ દ્વારા અનેક વખત દારૂ ગેરકાયદેસર ગુસાડવામાં આવે છે. આજે હાઇકોર્ટમાં દારૂબંધીને પડકારતી અરજી સામે એડવોકેટ જનરલ એ વાંધો ઉઠાવ્યો હતો. અને કહ્યું હતું કે આવી બધી અરજીઓ હાઇકોર્ટ સામે ટકે નહીં તેવું એડવોકેટ જનરલ એ કહ્યું હતું. આજે રાજ્ય સરકાર એ કહ્યું હતું કે રાઈટ ટુ પ્રાઈવસીનો અર્થ એ નથી કે ઘરમાં બેસી ને દારૂ પીવો.રાઈટ ટુ પ્રાઈવસી જાેઈતી હોય તો સુપ્રીમકોર્ટમાં જવું જાેઈએ. આજે દારૂબંધીને પડકારતી અરજી સામે એડવોકેટ જનરલ એ કહ્યું હતું રાજ્યમાં સાડા ૬ કરોડ જેટલી વસ્તી છે. જેમાં ૨૧ હજાર પાસે જ હેલ્થ પરમીટ છે. અને ટુરિસ્ટ અને વિઝીટર ને ટેમ્પરરી થઈ ને ૬૬ હજાર લોકો પાસે જ હેલ્થ પરમીટ આપવામાં આવી છે. રાજ્યમાં ૭૧ વર્ષથી દારૂબંધીનો કાયદો અમલ મા છે. અને મહાત્મા ગાંધીના નશાબંધી અને વ્યસનમુક્ત ને સાર્થક કરવાની કોશિશ કરી રહયા છીએ. વધુમાં એડવોકેટ જનરલ એ હાઇકોર્ટમાં જણાવ્યું હતું કે દારૂબંધીનો કાયદો યોગ્ય છે. પણ દારૂબંધીના કાયદાનો ભંગ કરીને ઘરમાં બેસીને દારૂ પીવે તે યોગ્ય નથીઆજે થયેલી સુનાવણીમાં એડવોકેટ જનરલ એ કડક વલણ દાખવ્યું હતું. ગુજરાતમાં દારૂબંધી ક્યાંય છે ન નહીં એવી અનેક ઘટનો સામે આવી છે. જનતાના રક્ષક જ ક્યારેક દારૂની મહેફિલ માણતા જાેવા મળે છે. વિધાનસભા વખતે અનેક પ્રશ્નો વિપક્ષ દ્વારા પૂછવામાં આવ્યા છે. ત્યારે અનેક વખત પોલીસ સ્ટેશનમાં થી પણ દારૂ ગાયબ થવાની ઘટનો બની છે. પોલીસની ગાડીમાં પણ દારૂ માલી આવ્યો છે. જાેકે આ મામલે વધુ સુનાવણી આવતીકાલે હાથ ધરવામાં આવશે.