પાદરા.તા.૨૭ 

પાદરામાં બે દાયકા બાદ આગામી ૭ ફેબ્રુઆરી એ યોજાનાર પાદરા નાગરિક બેંક માં આજે ચુંટણી પ્રક્રિયાના ઉમેદવારીપત્રો ચકાસણી દરમિયાન નવીન ઉમેદવારોના ઉમેદવારીપત્ર રદ થવાના મુદ્દે તેમજ ચુંટણી લડી રહેલ નવીન ઉમેદવારો સાથે અન્યાય થઇ રહ્યા હોવાના આક્ષેપો સાથે ભારે હોબાળો મચ્યો હતો. બપોરના ૪ કલાકે શરૂ થયેલ ઉમેદવારીપત્રો ચકાસણી પ્રક્રિયા બેન્કના નિયમો ના અર્થઘટન ના પગલે શરુ થયેલ ચકાસણી ની પ્રક્રિયા રાત્રે ૮ વાગ્યા સુધી ચાલુ રહી હતી.

ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનારા ઉમેદવારો તેમજ બેંકમાં ચૂંટણી અધિકારી તેમજ મેનેજર વચ્ચે સામ સામે શાબ્દિક આક્ષેપબાજી થવા પામી હતી. કયા કારણોસર આ ફોર્મ રદ્દ કરવામાં આવ્યા છે જેને લઇ લેખિતમાં જવાબ ની માંગ સાથે ભારે હોબાળો ચાવ્યો હતો. બેંકના ચૂંટણી અધિકારી અને મેનેજરને ચૂંટણી ઉમેદવારી પત્રક માં કયા કારણોસર ૬ ફોર્મ પરત કરવામાં આવેલ તેવી લેખિત માંગણી કરી હતી. જે માટે ઉમેદવારી કરતા ઉમેદવારોએ નાગરિક બેન્કમાં

બેસી રહ્યા હતા.

પાદરા નાગરિક બેંકની ચૂંટણી આગામી ૭ ફેબ્રુઆરીના રોજ યોજાનારી છે જેમાં ઉમેદવારી પત્ર આપવાની તારીખ સુધીના ૩૩ ઉમેદવારો ઉમેદવારી નોધાવવા માટે ઉમેદવારીપત્રો લઈ ગયા હતા જેમાં ઉમેદવારીપત્રક સ્વીકારવાની તારીખ સુધીમાં ૨૫ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે આજરોજ પાદરા નગર નાગરિક  બેન્કમાં ફોર્મ ચકાસણી પ્રક્રિયા સમયે ચાલુ ડિરેક્ટરો તેમજ ઉમેદવારી નોંધાવનારા ઉમેદવારો હાજર રહ્યા હતા. જેમાં ૬ ઉમેદવારીપત્રો નામંજૂર થતા જે સમય દરમિયાન ભારે હોબાળો મચ્યો હતો. બપોરના ૪ કલાકે  શરૂ થયેલ ચકાસણીમાં ભારે હોબાળો સામ સામે આક્ષેપ ને લઈને મોડી રાત સુધી ઉમેદવારી નોંધાવનારા ઉમેદવારો તેમજ થયેલા ઉમેદવારો ઉમેદવારીપત્રક ના ઉમેદવારોએ કયા નિયમો ને લઇ ઉમેદવારી પત્રો ના મંજુર કરવામાં આવ્યા છે તેની લેખિત માંગણી કરી હતી. બેંક પાસે લેખિતમાં માંગ કરી હતી મોડી રાત સુધી ઉમેદવારો ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારો બેંક માં બેસી રહ્યા હતા.