કોંડાગાવ-

રાષ્ટ્રીય રાજમાર્ગ 30 પર કોંડાગામ પોલીસ વિસ્તાર નજીક બોલેરો તથા બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં બાઇક પર સવાર 4 લોકોના મોત થયા હતા તો 5 લોકો ઘાયલ થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, બોલેરોમાં 5 લોકો સવાર હતા, જેઓ ઘોડાગાવ તરફ જઇ રહ્યા હતા.તે દરમિયાન નેશનલ હાઇવે 30 પર કોંડાગાવ નજીક બોલેરો અને બાઇક વચ્ચે અથડાતા અકસ્માત સર્જાયો હતો.જેમાં બાઇક પર સવાર 4 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા.ત્યારે 5 લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.ઘટનાની માહીતી મળતા કોંડાગાવ પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી.સમગ્ર ઘટનાની વિગત મેળવી પોલીસે આગળની તપાસ શરૂ કરી છે. રાષ્ટ્રીય રાજમાર્ગ 30 પર કોંડાગામ પોલીસ વિસ્તાર નજીક બોલેરો તથા બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં બાઇક પર સવાર 4 લોકોના મોત થયા હતા તો 5 લોકો ઘાયલ થયા છે.