સુખસર

૧૨૯, વિધાનસભા મતવિસ્તારના ફતેપુરા-સંજેલી તાલુકામાં વિવિધ ગામડાઓમાં આજરોજ સાંસદ જશવંતસિંહ ભાભોર તથા ધારાસભ્ય રમેશભાઈ કટારાના હસ્તે ૨૧ જેટલા રસ્તાઓનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું.જેમાં જિલ્લા પંચાયતના માજી પંચાયત પ્રમુખ,તાલુકા પંચાયત પ્રમુખ તેમજ જિલ્લા પંચાયત-તાલુકા પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા. આજરોજ ખાત મુહૂર્ત કરવામાં આવેલ રસ્તાઓ ૩૪.૫૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર છે.

આજરોજ નિર્માણાધીન રસ્તાઓના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા જેમાં જસુણી મેઈન રોડ થી સરકારી દવાખાના તરફ જતો રોડ,જસુણી માજી સરપંચ ના ઘર થી લીમડી ડોળી રોડ,સ્લેબ ડ્રેઈન ઓન કસનપુર ફળિયા રોડ,કાનજીખેડી ડેઢીયા સીમાડા ને જાેડતો રોડ અને આરસીસી ગટર,સંજેલી મામલતદાર કચેરીથી બસ સ્ટેશન સુધીનો રોડ, સંજેલી બસ સ્ટેશનથી કણબી ફળિયા અને દરબાર ગઢ ફળિયા સુધીનો રોડ અને આરસીસી ગટર,ચારી કુંભાર ફળિયા સંજેલી મુખ્ય રસ્તાથી તળાવ ફળિયા કબ્રસ્તાન સુધીનો રોડ અને આરસીસી ગટર,સંજેલી હરીજન વાસ નો મુખ્ય રસ્તાથી જાેડતો રોડ અને આરસીસી ગટર, સાગડાપાડા ઊભાપાણ મેન રોડ થી બોડીયા ભીત નિશાળ ફળિયા સુધીનો રોડ,પાટી ગામે ભોજેલા ગામમાં રસ્તાથી ચારેલ ફળિયુ થઈ સંગાડા ફળિયાને જાેડતો રોડ,જવેસી ગામે તળગામ સ્મશાન ગૃહ થી ભૂરીકુઈ તળાવને જાેડતો રસ્તો,મારગાળા લીમઘાટી રોડથી હિંગલા નદી સુધીનો રોડ, કુંડલા ગામે નાળ ફળિયા થી બારીયા ફળિયા રોડ, હડમત મેઇન પાયમરી શાળાથી ખાતર પુર ના મુવાડા રોડ,ઘાણીખુટથી મકવાણા ફળિયા થઇ પ્રાથમિક શાળા ને જાેડતો રસ્તો,સંતરામપુર-ઝાલોદ- કુશલગઢ રોડ,સ્લેબ ડ્રેઈન ઓન ફતેગડી કામોળ ફળિયા રોડ,મોટીરેલ ગામે નવીન ગ્રામ પંચાયત ઘર,ફતેપુરા લેલવા તળાવ કચુંબર સી.સી.રોડ વગેરે પર માર્ગ બનશે.