દાહોદ

દાહોદ શહેરના ચાકલીયા રોડ નેહરુ સોસાયટી આગળ ચાર પાંચ માસ અગાઉ બનાવવામાં આવેલા ડામર રોડ પરથી પસાર થઇ રહેલ અનાજ ભરેલ ટ્રક રોડ પર કૂવામાં ઉતરી પડતા રોડના કામમાં આચરવામાં આવેલ ભ્રષ્ટાચાર ખુલ્લો પડી જવા પામ્યો છે. દાહોદ શહેરમાં હાલ વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપલાઇનનું કામ મંથર ગતિએ ચાલી રહ્યું છે અને ઠેર ઠેર ખાડા ખોદવાને કારણે દાહોદ ખાડાઓનું શહેર બની જવા પામ્યું છે અને સાથે સાથે ધૂળિયું શહેર પણ બની જવા પામ્યું છે. જેથી ખાડાઓ તથા ધૂળથી દાહોદ વાસીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. તેવા સમયે દાહોદ શહેરના ચાકલીયા રોડ નહેરુ સોસાયટી આગળના એક તરફના રોડ પર ખાડા ખોદવામાં આવ્યા છે. જ્યારે બીજી તરફનો રોડ ચાર પાંચ માસ અગાઉ જ બનાવવામાં આવ્યો છે. તે નવા બનાવેલા ડામર રોડ પરથી આજરોજ બપોરે મકાઈની ગુણો ભરેલ ટ્રક પસાર થઇ રહી હતી. તે ટ્રકના વજનથી રોડ દબાઈ જતા રોડમાં ભૂવો પડતા ટ્રકનું ખાલી સાઇડનું પાછળનું વ્હીલ તે ભૂવામાં ઉતરી પડતાં ટ્રક એક તરફ નવી પડતા પલટી ખાઈ જવાનો ભય જણાતા ટ્રક માની અનાજની ગૂણો ટ્રકમાંથી નીચે ઉતારી જેક ચડાવી ટ્રકનું વ્હીલ ભુવામાંથી બહાર કાઢી ટ્રકને આગળ જવા દેવામાં આવી હતી. આ રોડ માત્ર ચારથી પાંચ માસ પહેલા જ બનાવવામાં આવ્યો છે. એક એટલું તકલાદી બનાવાયો છે અને તે રોડમાં કેટલો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. તે આ ભુવા પરથી જ જાણી શકાય છે. જાે આ જ રીતનો ભ્રષ્ટાચાર શહેરમાં આગામી દિવસોમાં બનનાર રોડના કામમાં આચરવામાં આવતો રહેશે તો દાહોદનું સ્માર્ટ સિટી નું સપનું અધુરું રહેશે