નડિયાદ : નડિયાદમાં ચાલી રહેલા કરોડોના વિકાસ કાર્યો સ્થાનિક નાગરિકો માટે મુશ્કેલરૂપ બની રહ્યાં છે. શહેરના મૌખાદ તલાવડી વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલાં ઇર્ં પ્લાન્ટની પાઇપલાઇન શહેરના વિવિધ વિસ્તારોમાં નાખવામાં આવી છે. આ માટે મોટા ભાગના રોડ ખોદવામાં આવ્યા હતા, જેમાં વાણિયાવાડ તરફ અને બીજી બાજુ સ્વામી વિવેકાનંદ શાળાથી ચકલાસી ભાગોળ સુધીનો રોડ ખોદી નાખવામાં આવ્યા હતો. સ્થાનિકોનું કહેવું છે કે, બે મહિના અગાઉ ખોદાયેલાં આ રોડનું સમારકામ કે નિર્માણ કરવા માટે પાલિકાએ હજુ સુધી કોઈ ર્નિણય લીધો નથી. પરિણામે આ રોડ પર માટી ઉપસી આવી છે, જ્યાં હાલ કમોસમી વરસાદને કારણે રસ્તા પરના ખાડાંઓમાં પાણી ભરાઈ ગયું છે. ઉપરાંત રસ્તા પર મોટા પ્રમાણમાં કાદવ-કીચડ થઈ ગયો છે. 

સ્થાનિકોનું એવું પણ કહેવું છે કે, વોર્ડ નંબર-૧૩ના ચકલાસી ભાગોળ વિસ્તારથી સ્વામી વિવેકાનંદ શાળા સુધી રોડની હાલત બિસમાર થઈ ગઈ છે. આ વિસ્તારમાં હજારો લોકો વસવાટ કરે છે. જેમને પોતાના કામકાજ માટે આ રોડ ઉપરથી જ રોજ પસાર થવાનું હોય છે. સાથે જ વૃદ્ધો અને દિવ્યાંગો પણ અહીંથી પસાર થતાં હોય છે. ઉપરાંત ફતેપુર, ચકલાસી અને અન્ય આસપાસના ગામના લોકો પણ અહીંથી પસાર થતાં હોય છે, તેવાં સંજાેગોમાં આ રોડ હાલ આ તમામ નાગરિકો માટે મુશ્કેલી સર્જે તેમ છે. બીજીતરફ આ રોડ પર સ્ટ્રીટલાઇટની સુવિધા ન હોવાને કારણે રાત્રિના સમયે ત્યાંથી પસાર થવાના સમયે જાેખમ વધી જાય છે.

આ રોડ તહેવારો નજીક આવવાના હતા, તે સમયે ખોદી નાખવામાં આવ્યો હતો, જેથી તહેવારની સીઝનમાં લોકોને અવર-જવરમાં ખાસ્સી સમસ્યાઓ થઈ હતી. તેમાંય અહીં માટી ઉપર આવી ગઈ હોવાથી હાલ ત્યાં કાદવ-કીચડનું સામ્રાજ્ય જામી ગયેલું દેખાય છે, જેનાં કારણે નાગરિકો ત્રાહિમામ પોકારી ગયાં છે. કારણ કે, અહીં ચીકણી માટીનું પ્રમાણ વધારે હોવાથી ત્યાં લપસી પડવાની અને વાહનો સ્લીપ થવાની શક્યતાઓ વધારે રહેલી છે. નટપુરમાં વિકાસ કાર્યો માટે ખોદી નખાયેલાં રોડ નાગરિકો માટે અકસ્માત નોતરે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયંુ છે.

તેમાંય વળી રોડ ખોદી નાખ્યે બે મહિના વિત્યાં હોવા છતાં પાલિકા દ્વારા આ રોડના નિર્માણ માટે કોઈ પગલાં લેવાયાં નથી. ત્યારે હવે જ્યારે પાલિકામાં સત્તારૂઢ ભાજપની ટર્મ પૂરી થઈ ગઈ છે, તો શું હવે નડિયાદ પાલિકાના ચીફ ઓફિસર નાગરિકોની સુવિધા માટે આ રોડનું નિર્માણ કરવા માટે લીલી ઝંડી આપશે કે કેમ, તે જાેવું રહ્યું.

- તો નગરપાલિકાની ચૂંટણી પહેલાં કરોડોના ખાતમૂર્હુતનો મતલબ શું છે?

નડિયાદ નગરપાલિકાની ટર્મ ૧૦ તારીખે પૂર્ણ થઈ છે. ડિસેમ્બરમાં યોજાનારી ચૂંટણી કોરોનાના કારણે સ્થગિત થતાં હવે તે ચૂંટણી આગામી ફેબ્રુઆરીમાં થાય તેવી શક્યતાઓ છે, પરંતુ આ પહેલાં નડિયાદ નગરપાલિકાની ટર્મ પૂરી થવામાં ગણતરીના દિવસો બાકી હતાં, તેવાં સમયે પાલિકાના સત્તાધારીઓએ જનભાગીદારીના નામે કરોડો રૂપિયાના રોડ રસ્તા બનાવવા માટેની જાહેરાતો કરી હતી. નડિયાદના વિવિધ વિસ્તારોની સોસાયટીઓ, ફળિયા અને અનેક જાહેર માર્ગો બનાવવામાં આવશે તેમ પ્રચાર કરાયો છે. આ માટે કેટલાય વિસ્તારોમાં ખાતમૂર્હુત પણ કરાયાં હતાં. દર પાંચ વર્ષની ચૂંટણી પહેલાં ભાજપ દ્વારા આ પ્રકારે ખાતમૂર્હતો અને લોભામણી જાહેરાતો થતી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યાં છે. તેમાંથી કેટલાય કામો બીજીચૂંટણી આવે ત્યાં સુધી પૂરાં ન થતાં હોવાની ફરિયાદ લોકમુખે સાંભળવા મળી રહી છે. તેમજ આ જાહેરાતોને લોકો મતદારોને લોભાવવાની સિસ્ટમ હોય અને એ અગાઉની માફક જ આ ચૂંટણી પહેલાં પણ યથાવત્‌ રહી હોવાનું નાગરિકો જણાવી રહ્યાં છે.