અમદાવાદ, શહેરમાં એએમટીએસ અને બીઆરટીએસ બસો બંધ થવાના કારણે રીક્ષાચાલકો ખુલ્લી લુંટ ચલાવી રહ્યા હોવાનું સ્થાનિકોનું કહેવુ છે. જાે કે નોકરીયાત અને વિદ્યાર્થીઓ પાસે કોઈ પણ પ્રકારનો ઓપશન ન રહેતા છેવટે મોં માગ્યા પૈસા પડાવી રહ્યા હોવાથી લોકોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે.અમદાવાદ સહીત સમગ્ર રાજ્યમાં અચાનકથી જ કોરોનાના કેસનો ઉછાળો થયો છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા શહેરમાં બીઆરટીએસ અને એએમટીએ સેવાઓ બંધ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ હોવાથી આ ર્નિણય લેવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદમાં કોરોનાના કેસ ૨૭૦ને પાર પહોચી ગયા છે. બીજી બાજુ એએમટીએસ અને બીઆરટીએસ બંધ હોવાથી રીક્ષા ચાલકોને મજા પડી ગઈ છે. એએમટીએસ અને બીઆરટીએસ બંધ થતા મુસાફરો રઝળી પડ્યા હતા. વહેલી સવારે નોકરીયાતા અને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાયા હતા. છસ્ઝ્રના ર્નિણય સામે લોકોમાં રોષ જાેવા મળ્યો હતો. રીક્ષાચાલકો બમણું ભાડુ વસૂલી રહ્યાં હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. રિક્ષાચાલકોએ લોકોને લૂંટવાનું શરૂ કર્યું છે. કેટલાક રિક્ષાચાલકો બસો બંધ હોવાનો ફાયદો ઉઠાવી મુસાફરોને લૂંટી રહ્યા છે. સામાન્ય કરતાં બેથી ત્રણ ગણું ભાડું માગી રહ્યા છે. લોકો પાસે નોકરીએ જવા માટે અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી લોકોને રિક્ષાચાલકોને મોં માગ્યું ભાડું ચૂકવી જવું પડી રહ્યું છે. રિક્ષાચાલકો ત્રણથી વધુ પેસેન્જર બેસાડી રહ્યા છે ત્યારે કોરોના નહિ ફેલાય એવા પણ સવાલ લોકો કરી રહ્યા છે.

વિદ્યાર્થીઓને પરિક્ષા છે અને બસ બંધ છે લોકોમાં રોષનો માહોલ.

શહેરમાં કોરોનાનો કહેર વધતા તાત્કાલિક અસરથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એએમટીએસ અને બીઆરટીએસ બસો બંધ કરવાનો ર્નિણય કર્યો છે. પરંતુ આ ર્નિણયથી ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા ટાણે જ આ પ્રકારનો ર્નિણય લેવાતા વિદ્યાર્થીઓ મૂંજાયા છે. ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા આપવા કરતા પરીક્ષા કેન્દ્ર પર કેવી રીતે પહોંચવું તે વિદ્યાર્થીઓ માટે અગ્નિપરીક્ષા સમાન બની રહેવાનું છે. પરીક્ષા સમયે જ સીટી બસો બંધ કરવાના ર્નિણયનો વિરોધ વિદ્યાર્થી સંગઠનોએ નોંધાવ્યો છે.