મોરબી-

અમરેલી ગામના પાટીયા પાસેથી ગઈકાલે શુક્રવારે રાત્રીના ત્યાંથી પસાર થતા વાહનચાલકોને 3 શખ્સોએ છરી બતાવી લૂંટ ચલાવી હતી. જેમાં 4 વ્યક્તિઓ પાસથી લૂટારાઓએ રૂપિયા 4.21 લાખની લૂંટ ચલાવી હતી. જેમાં એક વ્યક્તિને છરી લાગતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને લૂટારાઓને ઝડપવા કાર્યવાહી હાથ ધરી હતી તો એક આરોપી હાથવેંતમાં હોવાનું પણ જાણવા મળ્યું હતું. વધુમાં મળતી વિગત મુજબ લૂટારાઓ હાઈવે પર પંચરવાળાની દુકાનથી ધમકાવીને ટાયર લાવ્યા હતા. તેની આડશ ઉભી કરી વાહનો રોકી અને લૂંટ ચલાવતા હતા. આ ઘટનાની જાણ થતા મોરબી તાલુકા પોલીસ, L.C.B., S.O.G., DYSP સહિતના ઉચ્ચ અધિકારોએ દોડી ગયા હતા અને આરોપીને ઝડપવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીઓ છેલ્લા કેટલાક દિવસથી લુંટને અંજામ આપતા હતા.