દિલ્હી-

ન્યૂઝીલેન્ડના યુટ્યુબર કાર્લ રોક (Karl Rock)ને ભારત આવવા પર ગત વર્ષે ઓક્ટોબરથી પ્રતિબંધ લગાવાયો છે. કાર્લ સામે વીઝા નિયમોના ઉલ્લંઘનનો આરોપ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શનિવારે આ માહિતી આપી હતી. કાર્લે ભારતીય મૂળની મહિલા સાથે લગ્ન કર્યા છે. તેમણે ભારતમાં પ્રવેશ સામે પ્રતિબંધનો મુદ્દો ઉચ્ચ સત્તાધીશો સમક્ષ ઉઠાવ્યો છે. તેઓ પોતાના દેશમાં પણ આ મુદ્દાને સતત ઉઠાવી રહ્યા છે. કાર્લ રોકની પત્ની મનીષા મલિકે તેના પતિને બ્લેકલિસ્ટ કરવાના કેન્દ્રના નિર્ણયને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો છે. તેમણે અનુચ્છેદ 21નો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ અધઇકાર વ્યક્તિને જીવન અને ગરિમાના મૌલિક અધિકારની ગેરેંટી આપી છે. આ કેસની સુનાવણી આગામી સપ્તાહે થવાની સંભાના છે.

કાર્લ રોકનું સાચુ નામ કાર્લ અડવર્ડ રાઈસ છે. તે યાત્રા સુરક્ષા, રસપ્રદ સ્થળો, કૌભાંડોથી બચવા વગેરે પર વીડિયો બનાવે છે. કાર્લ હિન્દી તેમજ અંગ્રેજીબન્ને ભાષામાં વીડિયો બનાવે છે. યુટ્યુબ પર તેના 18 લાખ સબ્સક્રાઈબર્સ છે. તેમણે 2019માં દિલ્હીની રહેવાસી મનીષા મલિક સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ કાર્લને X-2 વીઝા મળ્યા હતા જે મે 2004 સુધી ગેરકાયદે હતા. તેમની વીઝાની શરતમાં એક એવી શરત હતી કે તેમણે 180 દિવસ બાદ ભારત બહાર જવું પડશે અથવા સંબંધિત વિદેશી પ્રાદેશિક નોંધણી કચેરીમાં જાણ કરવી પડશે. આ નિયમ અંતર્ગત દે ગત વર્ષે દુબઈ ગયો હતો.

કાર્લ રોકે શુક્રવારે પોસ્ટ કરેલા એક વીડિયોમાં જણાવ્યું કે, મે ઓક્ટોબર 2020માં દુબઈ અને પાકિસ્તાન જવા માટે ભારત છોડ્યું હતું. જ્યારે હું નવી દિલ્હી આંતરાષ્ટ્રીય એરપોર્ટથી નિકળ્યો, તો તેમણે મારા વીઝા રદ કરી દીધા. મારા વીઝા શા માટે રદ કરાયે તે મને જણાવાયું નથી. દુબઈમાં ભારતીય એલચી કચેરીને સ્પષ્ટ રીતે મને બ્લેકલિસ્ટમાં મુકવાની સુચના પણ અપાઈ હતી.