નવી દિલ્હી, તા. ૨૧ 

ભારતીય વન-ડે ટીમના વાઈસ કેપ્ટન રોહિત શર્મા અને Âસ્પનર યજુર્વેન્દ્ર ચહલ એકબીજાની મજાક ઉડાવતા રહે છે. બંને વચ્ચે ગાઢ મિત્રતા છે. હાલમાં જ યજુર્વેન્દ્ર ચહલે રોહિત શર્માની તસવીર શેર કરીને તેને ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યાે છે. રસપ્રદ છે કે આ તસવીરમાં રોહિત શર્મા અલગ અવતારમાં દેખાઈ રહ્યો છે. ફેન્સને પણ ચહલે શેર કરેલી આ તસવીર ખૂબ પસંદ આવી રહી છે.

ચહલે જે તસવીર શેર કરી છે તેમાં રોહિત શર્મા છોકરીના અવતારમાં જાવા મળી રહ્યો છે. રોહિત આ તસવીરમાં ભારતની જર્સી પહેરીને દેખાય છે. જેમાં તેના વાળ મોટા છે અને લિપÂસ્ટક લગાવેલી છે. ચહલે તસવીરને શેર કરતા કેપ્શનમાં લખ્યું, ‘તમે ખૂબ જ પ્યારા લાગી રહ્યા છો રોહિતા શર્મા ભૈયા.’ સાથે જ તેણે હાર્ટનું ઈમોજી પણ પોસ્ટ કર્યું છે. તમને જણાવી દઈએ કે ચહલ રોહિત શર્માને પ્રેમથી રોહિતા કહે છે.જસપ્રીત બુમરાહ સાથે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ કરતા રોહિત શર્માએ યુજર્વેન્દ્ર ચહલને તેના વિડીયોને લઈને ટ્રોલ કર્યાે હતો.