રાજકોટ-

રાજકોટના ગોંડલ તાલુકાના મોવિયા ગામના પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અમરેલીથી વીરપુર પોતાના ઘરે પરત ફરતાં પરિવારની કારને અકસ્માત નડ્યો હતો. કારમાંથી ચાર લોકો બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. જ્યારે 3 વર્ષની માસૂમ બાળકી પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી. કલાકોની જહેમત બાદ ફાયરની ટીમને બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.

આપને જણાવી દઈએ કે, ગોંડલ તાલુકાના મોવિયા ગામના સ્મશાન પાસે સ્મશાન પાસે રાત્રે પુલ પરથી પાંચ મુસાફરો સાથેની કાર નીચે ખાબકી હતી. કારમાંથી 4 લોકો બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. જ્યારે 3 વર્ષની બાળકી ન મળતા ફાયરની ટીમ દ્વારા જે.સી.બીની મદદથી કારને બહાર કાઢી હતી. પરંતુ કારમાં બાળકી ના હોવાથી, ફાયર ટીમના તરવૈયા દ્વારા કલાકોની શોધખોળ બાદ બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. ગોંડલ તાલુકાના મોવિયા ગામે એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. અમરેલીથી વીરપુર પોતાના ઘરે પરત ફરતાં ફેમિલીની કારને અકસ્માત નડ્યો હતો. જ્યારે ચાર લોકો કારની બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. પણ 3 વર્ષની માસૂમ બાળકી પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી. કલાકોની જહેમત બાદ ફાયરની ટીમને બાળકીની લાશ મળી આવી હતી.