લોકસત્તા ડેસ્ક 

આજે ક્રિસમસ,યુરોપીય દેશોમાં આજના દિવસનું ખાસ મહત્વ હોય છે.પરંતુ કોરોના કાળમાં આ વર્ષે તમામ તહેવારની મજા બગડી ગઇ છે.સૌ કોઇ પોતાના ઘરની અંદર પૂરાઇ તહેવારોની ઉજવણી કરી રહ્યા છે .મોટાભાગના દેશોમાં એકઠા થવાના સ્થળો બંધ હોવાને કારણે ઘણા ફુટબોલ સ્ટાર્સે યુરોપમાં ક્રિસમસની ઉજવણી કરી હતી.જેમાં પોર્ટુગલ ફોટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો લિયોનસ મેસ્સી તેમજ મોહમ્મદ સલાહે પોતાના પરિવાર સાથે ક્રિસમસની ઉજવણી કરી હતી.

સાન્તાક્લોઝના કપડા પહેરીને ક્રિસમસની ઉજવણી કરતા અને મોહમ્મદ સલાહે તેની પત્ની અને બે બાળકો, મક્કા અને કાયન સાથે જોવા મળ્યો હતો.

ઇટાલિયન જુવેન્ટસના ખેલાડી પોર્ટુગીઝ સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પણ તેની પત્ની અને ચાર બાળકો સાથે ક્રિસમસ ટ્રી સાથે બેઠેલા જોવા મળ્યા હતા. સાથે જ આર્જેન્ટિનાના સ્ટાર લિયોનલ મેસ્સી તેમના બાળકો અને પત્ની સાથે જોવા મળ્યો હતો.