સાબરકાંઠા : ગુજરાતના સાબરકાંઠાના પશુપાલકો માટે એક મોટા રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. સાબરકાંઠાના પશુપાલકોને સાબરદાણ, મકાઈના ભરડામાં રૂપિયા ૫૦નો ઘટાડો કરીને સૌથી મોટી રાહત આપી છે. સાબરડેરીની સાધારણ સભામાં પશુપાલકોને પડતી મુશ્કેલીઓ અને ઢોરઢાંખર માટે વિચાર વિમર્શ કરીને આ જાહેરાત કરાઈ છે. જેના કારણે હવે સાબરકાંઠાના પશુપાલકોને સાબરદાણ રૂપિયા ૧૨૨૫ અને મકાઈનો ભરડો રૂપિયા ૭૫૦ રૂપિયામાં મળશે. સાબરકાંઠાના પશુપાલકોને આ રાહત ૧ સપ્ટેમ્બરથી અમલી બનશે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, ઉત્તર ગુજરાતની બીજી મોટી સાબરડેરીની ડીજીટલ ૫૬મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. આ વાર્ષિક સાધારણ સભામાં સાબરડેરીના ચેરમેન શામળભાઈ પટેલે પશુપાલકોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને એક મોટી જાહેરાત કરી હતી. તેમણે પશુપાલકો માટે જાહેરાત કરતા સાબરદાણ અને મકાઈ ભરડામાં રૂપિયા ૫૦નો ઘટાડો કર્યો હોવાનું જણાવ્યું હતું. પશુપાલકોને આ જાહેરાતનો લાભ ૧ સપ્ટેમ્બરથી લાગુ પડશે. સાબરડેરીના આ ર્નિણયના કારણે સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકોને જબરદસ્ત ફાયદો થશે. સાબરદાણ ૬૫ કિલોના રૂપિયા ૧૨૭૫ હતા, જેમાં રૂપિયા ૫૦નો ઘટાડો થતાં હવે પશુપાલકોને રૂપિયા ૧૨૨૫માં ઉપલબ્ધ થશે. તેવી રીતે મકાઈ ભરડામાં ૫૦ કિલોના રૂપિયા ૮૦૦ હતા.